________________
૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
स्पष्टं स्वात्मपरप्रबोधनविधौ सम्यक् श्रुतं सूर्यवद् । भेदाः पूर्वमिताः श्रुतस्य गणिभिर्वन्द्याः स्तुवे तान्मुदा ॥
“શ્રુતજ્ઞાન સિવાયનાં બીજાં ચારે જ્ઞાન પોતાના વિષયને કહેવા સમર્થ નથી. શ્રીમાન્ કેવળી પણ વર્ણ સમુદાયના જ્ઞાનથી જ તત્ત્વ જણાવે છે. વળી, સમ્યક્ શ્રુતજ્ઞાન જ સૂર્યની જેમ પોતાને તેમજ પરને બોધ કરવામાં સ્પષ્ટ છે. તે જ્ઞાનના ૧૪ ભેદ છે. ગણધરો પણ તેને વંદન કરે છે. આવા શ્રુતજ્ઞાનની હું આનંદથી સ્તુતિ કરું છું.”
પછી ત્રીજું ચૈત્યવંદન કરીને, “અવધિજ્ઞાનારાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ” કહીને પૂર્વોક્ત પ્રમાણે કાઉસ્સગ્ગ કરવો અને આ પ્રમાણે સ્તુતિ બોલવી :
अल्पं तत्पनकावगाहनसमं चासंख्यलोकाभ्रगं । ज्ञानं स्यादवधेश्च रूपिविषयं सम्यग्दृशां तच्छुभम् ॥ देवादौ भवप्राप्तिजं नृषु तथा तिर्यक्षु भावोद्भवं । पड्भेदाः प्रभुभिश्च यस्य कथिता ज्ञानं भजे तत्सदा ॥
“ત્રીજા અવધિજ્ઞાનની અવગાહના જઘન્યથી સૂક્ષ્મ વનસ્પતિકાયના શરીર જેટલી છે અને ઉત્કૃષ્ટપણે અસંખ્ય લોકાકાશ પ્રમાણ છે. તે જ્ઞાનરૂપી દ્રવ્યને જાણી શકે છે. સમ્યગ્દષ્ટિ જીવને તે શુભકારી હોય છે. તે દેવ તથા નારકીને ભવ પ્રત્યયે હોય છે અને મનુષ્ય તથા તિર્યંચને ભાવ થકી એટલે ગુણ પ્રત્યયે ઉત્પન્ન થાય છે. પ્રભુએ તેના છ ભેદ બતાવ્યા છે, આવા અવધિજ્ઞાનને હું હરહંમેશ સ્તવું છું.”
ચોથું ચૈત્યવંદન કરીને ‘મનઃપર્યવજ્ઞાનારાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ' કહીને પૂર્વોક્ત પ્રમાણે કાઉસ્સગ્ગ કરીને આ પ્રમાણે સ્તુતિ બોલવી :
:
साधूनामप्रमादतो गुणवतां तूर्यं मनःपर्यवं । ज्ञानं तद्द्द्विविधं त्वनिंद्रियभवत्तत्स्वात्मकं देहिनाम् ॥ चेतोद्रव्यविशेषवस्तुविषयं द्वीपे च सार्धद्वि । सकृज्ज्ञानगुणांचितान् व्रतधरान् वंदे सुयोगैर्मुदा ॥
“અપ્રમત્ત ગુણસ્થાને રહેલા સાધુઓને ચોથું મનઃપર્યવજ્ઞાન હોય છે. તેના બે ભેદ છે. તે ઇન્દ્રિયોના વિષયવાળું નથી પણ આત્મવિષયી છે. અઢી દ્વીપમાં રહેલાં પ્રાણીઓના ચિત્તદ્રવ્યમાં રહેલી સર્વ વસ્તુના વિષયને જાણે છે. તે જ્ઞાનને ધારણ કરનારા ગુણી મુનિઓને હું આનંદથી ભાવપૂર્વક વંદના કરું છું.”