________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ દીધું. ચાલતાં ચાલતાં તે કૌશાંબીનગરીમાં આવ્યો. આ નગરીના રાજાનું નામ શતાનિક હતું. તેને મૃગાવતી નામે સુશીલ રાણી હતી. ધનો કૌશાંબીના માર્ગો પર ફરી રહ્યો હતો ત્યાં તેણે રાજઘોષણા સાંભળી: રાજાના ભંડારમાં એક અમૂલ્ય રત્ન છે. તેની જે કોઈ સાચી પરીક્ષા કરશે તેને રાજા એકસો હાથી, પાંચસો ઘોડા અને પાંચસો ગામ સહિત પોતાની સૌભાગ્યમંજરી નામની પુત્રીને પરણાવશે.”
ઢંઢેરો સાંભળી ધનો રાજસભામાં ગયો. શતાનિક રાજાએ આપેલ રત્નની તેણે સાચી પરીક્ષા કરી આપી. આથી તેની વિદ્યાથી પ્રસન્ન થઈને જાહેર કર્યા પ્રમાણે પોતાની પુત્રી પરણાવી અને પાંચસો-પાંચસો હાથી, ઘોડા અને ગામ પણ આપ્યાં.
ધનો મહાન પુણ્યશાળી હતો. બીજી વખત પહેરેલ કપડે ઘર છોડ્યું તો પણ તેના ચરણે લક્ષ્મી સામેથી આવીને આળોટવા લાગી. ધનાએ એક દિવસ જનસેવા માટે તળાવ ખોદાવ્યું. તળાવ ખોદવા આવનાર પુરુષને રોજની બે અને સ્ત્રીને રોજની એક દિનારની મજૂરી આપતો અને તે સૌને પોતાને રસોડે મફત જમાડતો. પોતે રોજ જાતે આ ખોદકામની નજર રાખતો.
એક દિવસ તેણે મજૂરોની વચ્ચે પોતાનાં કુટુંબીજનોને તગારાં ઊંચકતાં જોયાં. ઓળખાઈ ન જાય તેવી રીતે ધનો તેમની પાસે ગયો. પૂછ્યું: “તમારા ચહેરાની કાંતિ જોઈને જણાય છે કે તમે ઊંચા કુળના છો. તમને વાંધો ન હોય તો મને કહેશો કે તમે કોણ છો અને ક્યાં રહો છો?
શેઠનો આવો વત્સલ અવાજ સાંભળીને પિતા ધનાસારે આંસુભીના અવાજે કહ્યું: “શેઠ! અમારો ખૂબ જ સુખી સંસાર હતો. મારો નાનો પુત્ર ધનો ખૂબ જ ભાગ્યશાળી અને ગુણવાન હતો. પરંતુ તેના મોટાભાઈઓની ઈર્ષા અને દ્વેષથી આજ અમારી આવી કંગાળ હાલત થઈ છે. ધનો ઘર છોડીને જતો રહ્યો આથી મેં તેની બે પત્નીને તેમના પિયર મોકલી આપી. તેની ત્રીજી પત્ની.જે શાલિભદ્રશેઠની બહેન હતી, તેને મેં મારી સાથે રાખી. આજ અમારી સાથે ધનો હોત તો અમારે અને તેની પત્નીને આ મજૂરી કરવાનો સમય ન આવ્યો હોત. પણ અમારું જ ભાગ્ય ફૂટી ગયું હોય ત્યાં શું કરવું?' આપ ઉદાર છો, એટલે આપ અમને પૂછો છો. મારી આપને એક વિનંતી છે કે અમારાથી છાશ વિના ખવાતું નથી તો આપ કૃપા કરીને અમને રોજ છાશ મળે તેવું કરજો.”
ભલે. તમારી વહુઓને મારે ત્યાં મોકલજો. તમને રોજ છાશ મળે તેવી વ્યવસ્થા કરી આપીશ.” ધનાએ પ્રેમ અને સહાનુભૂતિથી કહ્યું. એ પછી બધી વહુઓ વારાફરતી ધનાને ત્યાં છાશ લેવા જવા લાગી. સુભદ્રા પણ તેનો વારો આવતાં ગઈ. તેને જોઈને ધનાએ અજાણ્યા બનીને પૂછ્યું : “હે ભદ્રે ! તું કોણ છે અને તારું નામ શું છે?
સુભદ્રાએ શરમાઈને નીચા મોંએ કહ્યું: “હે શેઠ ! મને શરમમાં ન નાંખો. મારી કથા લાંબી છે. હું ગોભદ્ર શેઠની પુત્રી અને શાલિભદ્રની બહેન છું. તમારા જ નામધારી સાથે મારાં લગ્ન થયાં. અમારો સંસાર સુખી હતો. પરંતુ કુટુંબમાં ફલેશ થવાથી તે એક દિવસ મને કહ્યા