________________
૩૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪
ફરતો ફરતો ધનો રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યો. અહીં તે એક ઉદ્યાનમાં ગયો અને પ્રવાસનો થાક ઉતારવા એક વૃક્ષ નીચે જઈને સૂતો અને ઘસઘસાટ ઊંઘી ગયો. થોડી વારે ત્યાં ઉદ્યાનનો રક્ષક આવ્યો. તેણે ઉદ્યાનમાં જે જોયું તેથી ઘડીક તો તે માની ન શક્યો. ઘણા સમયથી ઉદ્યાનના રંગ શોભા ચાલ્યા ગયા હતા. વૃક્ષો હતાં, પરંતુ તેના પર પાંદડાં કે ફૂલ કશું જ ન હતું. ઉદ્યાન સાવ ઉજ્જડ હતું. તેના બદલે અત્યારે તેની આંખ સામે વૃક્ષો પર પાંદડાં હતાં. ફૂલ હતાં. એક અનેરી હેકથી ઉદ્યાન મહેકી રહ્યું હતું. આ જોઈને ઉદ્યાન-રક્ષક આશ્ચર્યમાં પડી ગયો. અને તેણે તરત જ દોડી જઈને ઉદ્યાન માલિક કુસુમપાળને વધામણી આપી : “હે રાજનું ! આપણા ઉદ્યાનમાં એક માણસ આવીને સૂતો છે. તેના સૂઈ ગયા પછી આપણું ઉજ્જડ ઉદ્યાન ફરી ફળફૂલથી ખીલી ઊડ્યું છે.
આ સાંભળીને કુસુમપાળ જાતે ઉદ્યાનમાં આવ્યો. ધનાને તે માનપૂર્વક પોતાને ત્યાં તેડી ગયો અને પોતાની પુત્રીને પણ તેની સાથે પરણાવી. આ વિસ્મયજનક ઘટનાની જાણ થતાં રાજા શ્રેણિકે પણ પોતાની પુત્રી ધનાને પરણાવી અને અનેક ગામો પણ ભેટ આપ્યાં. આ ઉપરાંત રાજગૃહીના અતિ ધનાઢ્ય શાલિભદ્રના સ્વજનોએ પણ શાલિભદ્રની બહેન સુભદ્રાને ધના સાથે વરાવી.
ધનો રાજવૈભવ માણતો મહેલના ઝરૂખે ઊભો હતો ત્યાં તેની નજર કેટલાક કંગાળો ઉપર પડી. ધ્યાનથી જોયું તો તેને પ્રતીતિ થઈ કે અરે ! આ તો મારાં જ કુટુંબીજનો ! તે તરત જ નીચે દોડ્યો. પિતા પાસે જઈને તેમને પ્રણામ કર્યા. મોટાભાઈઓ અને ભાભીઓને પણ તે પગે લાગ્યો અને સૌને પ્રેમથી અને આદરથી પોતાને ત્યાં લઈ આવ્યો. પોતાના મોટાભાઈઓને પૂરતું ધન આપ્યું અને તેમને સૌને સુખી કર્યા.
થોડા સમય બાદ ભાઈઓનો અદેખો સ્વભાવ સળવળી ઊઠ્યો. તેમણે પિતાને કહ્યું - આપણી મિલકતના તમે આજે જ ભાગ પાડો. અમને અમારો ભાગ જોઈએ છે.” પિતાએ કહ્યું: કયા ધનનો હું ભાગ પાડું? આ બધું ધન તો ધનાનું છે. મારું કે આપણે તેમાંથી કશું જ નથી. તો તમે જ કહો, હું આ ધનના કેવી રીતે ભાગ પાડી શકું ?'
પણ પુત્રો, અદેખાઈથી અંધ બન્યા હતા. તેમણે કહ્યું: “ના, આ ધન આપણા બધાનું છે. તે ઘેરથી ભાગી ગયો ત્યારે તે તમારાં કેટલાંક રત્નો ચોરી ગયો હતો. એ રત્નોમાંથી તેણે આ બધું ધન મેળવ્યું છે. આથી આ ધન તમારું છે અને તેના ઉપર અમારો પણ અધિકાર છે. માટે તમે અમારો ભાગ આપી દો અને તમે એ ભાગ નહિ આપો ત્યાં સુધી અમે મોંમાં અન્નનો દાણો પણ લેવાના નથી.”
પિતા શું બોલે ! તે મૌન રહ્યા. ધનાને આની ખબર પડી. તેણે ફરીથી ચુપચાપ ઘર છોડી