________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૩૧
અને સત્પુરુષ સાથે પ્રીતિ અલ્પ હોય તો પણ ઘણા વિસ્તારને પામે છે.' – આ સંબંધમાં કોઈ પ્રશ્ન કરે કે દાન દેતાં પાત્ર કે અપાત્રનો શા માટે વિચાર કરવો જોઈએ ? જે માગે તેને આપવું જોઈએ. વરસાદ શું સમાન ભૂમિને જોઈને વરસે છે ? એ તો સર્વત્ર વરસે છે. તો પછી દાતાએ શા માટે પાત્ર-અપાત્રનો વિચાર કરવો જોઈએ ? આનું સમાધાન આ પ્રમાણે છે ઃ
વિરસો રિસો અંબુહર, વરસીડાં ફળ જોઈ; ધંતુરે વિષ ઈક્ષુરસ, એવડો અંતર હોય.
‘હે વરસાદ ! તું ભલે ગમે ત્યાં વરસ, પણ તારા વરસ્યાનું ફળ જરા જો. તારા જળથી ધતુરામાં ઝેર પેદા થાય છે અને શેરડીમાં ઈક્ષુરસ ઉત્પન્ન થાય છે. આમ પાત્રમાં અને અપાત્રમાં અંતર પડે છે.’
૨૧૮
પાત્રદાનની મહત્તા
पात्रे यच्छति यो वित्तं, निजशक्त्या सुभक्तितः । सौख्यानां भाजनं सस्याद्यथा धन्योऽभवत्पुराः ॥
‘જે માણસ પોતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક પાત્રને દાન આપે છે તે ધનાની જેમ સર્વ સુખને પામે છે.’
ધનાનું દૃષ્ટાંત
પ્રતિષ્ઠાનપુરમાં એક વણિક ડોશી અને પુત્ર રહેતાં હતાં. ડોશી ખૂબ જ ગરીબ હતી. તેનો પુત્ર લોકોનાં ઢોર ચરાવતો.
તહેવારના દિવસે બીજાના ઘરમાં ખીર અને મીઠાઈ થતી જોઈને પુત્રે મા પાસે ખીર ખાવાની જીદ કરી. ખીર માટે રડતા પુત્ર અને ડોશીની પાડોશીઓને દયા આવી. તેમણે ખીર માટેની ડોશીને ચીજ-વસ્તુઓ આપી. ડોશીએ તેનાથી ખીર બનાવીને પુત્રને આપી અને પોતે કોઈ કામે બહાર ગઈ.
ત્યાં માની ગેરહાજરીમાં એક તપસ્વી સાધુ ભગવંત ડોશીની ઝૂંપડીએ પધાર્યા. પુત્ર હજી ખીર ખાવા જતો હતો. સાધુને જોઈ તે ઊભો થયો. વિનયથી ઊભા થઈ તેણે કહ્યું : ‘પધારો ભગવંત ! અને આ શુદ્ધ ખીર વ્હોરો.' પુત્રે ઉલ્લાસથી બધી જ ખીર વ્હોરાવી દીધી.
ડોશી પાછી આવી. તેણે પુત્રની ભક્તિની વાત જાણી. આથી ફરીથી તેણે બીજી ખીર