________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૪ કહેવાય છે.” આમ સુપાત્રને દાન આપવું જોઈએ. આ દાન પણ શુભ અને શુદ્ધભાવથી આપવું જોઈએ. કહ્યું છે કે -
दाताव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
क्षेत्रे काले च भावे च, तद्दानं सात्त्विकं स्मृतम् ॥ “દેવા યોગ્ય એવું દાન પણ અનુપકારીને દેવાય અને યથાયોગ્ય ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને અપાય તે દાન સાત્ત્વિક કહેલું છે.” આવું દાન શાલિભદ્ર આપ્યું હતું.
यस्तु प्रत्युपकराय फलमुदिश्य वा पुनः ।
प्रदीयते परिक्लिष्ट स्तहानं राजसं स्मृतम् ॥ “જે દાન ઉપકારના બદલામાં પ્રત્યુપકારની ભાવનાથી આપવામાં આવે અથવા કોઈપણ બદલાની કામનાથી દાન આપવામાં આવે તે રાજસ્-દાન કહેવાય છે.” આવું દાન પેલી ડોશીએ ચંદનબાળાને જોઈને આપ્યું હતું.
क्रोधाबलाभियोगाद्वा, मनोभावं विनापि वा ।
यद्दीयते हितं वस्तु, तद्दानं तामसं स्मृतम् ॥ “ક્રોધથી, બળાત્કારથી અથવા મનના ભાવ વિના સારી વસ્તુ પણ દાનમાં આપે તો તેને તામસ-દાન કહ્યું છે.” આવું દાન શ્રેણિક રાજાની દાસી કપિલાએ આપ્યું હતું.
કોઈ પણ પ્રકારની કામના કે સ્વાર્થ વિના દાન કરનારા અને નિષ્કપટપણે આજીવિકા ચલાવનારા દુર્લભ અને વિરલ છે.”
નિષ્કામ દાનનું દષ્ટાંત એક તાપસે એક ભક્તને કહ્યું: “મને તારે ત્યાં ચાતુર્માસ માટે રહેવા દે.” ભક્ત કહ્યું : તમે તે માટે મારો કોઈ પ્રત્યુપકાર-વળતો બદલો ન આપવાના હો, તો તમે ખુશીથી મારે ત્યાં ચાતુર્માસ માટે રહો.”
તાપસે ભક્તની શરત માની લીધી. ચોમાસાની એક રાતે ચોરો આવ્યા અને ભક્તનો એક ઘોડો ચોરી ગયા. ચોરેલા ઘોડાને લઈ જતાં સવાર પડી. આથી ચોરોએ એ ઘોડાને જંગલમાં એક જગાએ બાંધી દીધો.
યોગાનુયોગ એ સવારે તાપસ જંગલમાં એક વૃક્ષ પાસે કુદરતી હાજતે આવ્યો. તેણે ભક્તનો ઘોડો જોયો. પાછા ફરીને તેણે ભક્તને કહ્યું: “જંગલમાં હું મારું એક વસ્ત્ર ભૂલી ગયો છું તે તમે જલદીથી લાવી આપશો?'
ભક્ત મારતા ઘોડે ત્યાં પહોંચ્યો. ત્યાં તેણે પોતાનો ઘોડો જોયો. જોઈને એ વાત પામી