________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
દષ્ટાંત જૂનાગઢ નરેશ ખેંગાર જંગલમાં શિકારે ગયો. ત્યાં તેણે ઘણાં સસલાંઓનો શિકાર કર્યો. મરેલાં સસલાંઓને તેણે ઘોડાઓનાં પૂછડે બાંધ્યાં. નગરમાં પાછા ફરતાં તે રસ્તો ભૂલી ગયો.
ત્યાં તેણે ઝાડ નીચે એક જણને સૂતેલો જોયો. ખેંગારે તેની પાસે જઈને પૂછ્યું: “ભાઈ ! હું રસ્તો ભૂલી ગયો છું. તું મને સાચો રસ્તો બતાવીશ?”
પેલાએ પૂછનાર સામે જોયું. તેની નજર પૂછડે લટકતાં સસલાંઓ પર પડી. રસ્તો બતાવતાં તેણે કહ્યું.
જીવ વધંતા નરગ ગઈ, અવધંતા ગઈ સગ્ગ; હું જાણું દો વાટડી, જિણ ભાવે તિણ લગ્ન.
જીવનો વધ-હત્યા કરનાર નરકે જાય છે અને દયા પાળનાર સ્વર્ગે જાય છે. મને તો માત્ર આ બે રસ્તાની ખબર છે. તો ભલા ! તને જે ગમે તે રસ્તે તું જા.
'ખેંગાર આ સાંભળી ખુશ થઈ ગયો. પેલાનું નામ પૂછ્યું. કહ્યું : “ચારણ દુદળ. ખેંગારે તરત જ જીવદયા પાળવાની પ્રતિજ્ઞા લીધી અને ચારણને રાજસભામાં બોલાવીને તેનું સન્માન કર્યું તેને અશ્વો તથા એક ગામ ભેટ આપ્યું.
કીર્તિદાન: પોતાની નામના અને યશ વધે અને વિસ્તરે તે માટે ગરીબ, ભિખારી આદિને આપવું તે કીર્તિદાન કહેવાય છે. આ દાનની વિશેષ સમજ આપવાની જરૂર છે ખરી? આજકાલ આ જ દાનની બોલબાલા છે.
દાન મૂચ્છ અને મોહ ઉતારવા માટે આપવાનું છે. પુણ્ય પણ કર્મ છે. જીવે તો સકળ કર્મથી મુક્ત થવાનું છે. પાપકર્મનો ક્ષય કરવાનો છે. તો પુણ્યકર્મનો પણ ક્ષય કરવાનો છે. પુણ્યાઈથી પ્રાપ્ત થયેલા પૈસાનો શક્ય તેટલો વધુ વ્યય સુપાત્રદાન, અભયદાન વગેરે દાન કરવામાં કરવો જોઈએ. કહ્યું છે કે :
“સુપાત્રદાન અને અભયદાન કરવાથી દાતા મુક્તિ (મોક્ષ) પામે છે, અનુકંપાદાન કરવાથી સુખ પામે છે, ઉચિતદાનથી પ્રશંસા પામે છે અને કીર્તિદાન કરવાથી દાતા સમાજમાં પ્રતિષ્ઠામોટાઈ પામે છે.”
૨૧૦
દાન ધર્મની દેશના श्राद्धानां पात्रभक्तानां, कार्पण्यदोषमुक्तये । देशना दानधर्मस्य, देया तीर्थहितेच्छुभिः ॥