________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
૧૯
આથી આચાર્ય ભગવંતે કહ્યું : હે શ્રેષ્ઠીવર્ય ! જ્ઞાનપંચમી વ્રતની વિધિપૂર્વક આરાધના કરવાથી સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રતની વિધિ આ પ્રમાણે છે ઃ
કારતક સુદ પાંચમે ઠવણી અથવા નંદિનું સ્થાપન કરીને તેની સમીપે આઠ સ્તુતિ વડે દેવ વાંદવા. પછી જ્ઞાન-પંચમીનો તપ અંગીકાર કરવાનો આલાવો ગુરુમુખે સાંભળીને તે તપ કરવો. આ તપ પાંચ વરસ અને પાંચ મહિના કરવાનો હોય છે.
તપના દિવસે સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. પાંચ મૂળભેદ તથા એકાવન ઉત્તરભેદે એકાવન લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ઠવણી ઉપર પુસ્તક મૂકીને તેની એકાવન પ્રદક્ષિણા કરવી અને એકાવન ખમાસમણા દેવાં. તે દિવસે નવું સૂત્ર કે શાસ્ત્ર ભણવું, ભણાવવું કે શ્રવણ કરવું.
જ્ઞાનપંચમીના દિવસે પૌષધ ન કર્યો હોય તો પાટ ઉપર પુસ્તકની સ્થાપના કરીને તેની જમણી બાજુ પાંચ દિવેટનો દીવો કરવો. પુસ્તકની સામે પાંચ સાથિયા કરવા. જ્ઞાનભંડારોની પૂજા કરવી. શાનદ્રવ્યની વૃદ્ધિ કરવી અને ‘ૐૐ હ્રીં નમો નાણસ્સ' આ મંત્રનો બે હજાર વખત જાપ કરવો. દરેક માસની પાંચમે આ પ્રમાણે તપ અને જાપ ન કરી શકાય તો દર કારતક સુદ પાંચમે તો આ પ્રમાણે તપ જપ અવશ્ય કરવાં.
અથવા તે દિવસે જિનેશ્વર અને ધર્મ-ગ્રંથની સન્મુખ ચૈત્યવંદન કરીને શક્રસ્તવ કહીને ‘મતિજ્ઞાનારાધનાર્થે કરેમિ કાઉસ્સગં' કહીને વંદન અને અન્નત્થ સૂત્રો બોલીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી નમોડર્હત્ કહીને ગંભીર ભાવે આ સ્તુતિ બોલવી.
अष्टाविंशतिभेदभिन्नगदितं ज्ञानं शुभाद्यं मतिः । सप्रज्ञाभिनिबोधकश्रुतनिधिर्हेतुश्च बुद्धिप्रभे ॥ पर्यायाः कथिता इमे बहुविधा ज्ञानस्य चैकार्थिनः । सम्यग्दर्शनिसत्कमाप्तकथितं वंदामि तद्भावतः ॥
“પ્રથમ મતિજ્ઞાન અઠ્ઠાવીશ પ્રકારનું કહ્યું છે. તે શુભકારી છે. ચાર પ્રકારની પ્રજ્ઞા સહિત છે. આભિનિબોધક છે, શ્રુતજ્ઞાનનો હેતુ છે. બુદ્ધિ, પ્રભા વગેરે તેના પર્યાયો ઘણા પ્રકારના છે. આ જ્ઞાન સમકિતધારીને હોય છે. તીર્થંકર પરમાત્માએ કહેલા આવા મતિજ્ઞાનને હું ભાવથી વંદન કરું છું.”
પછી ચૈત્યવંદન ઉપરોક્ત કહ્યા પ્રમાણે કરીને “શ્રુતજ્ઞાનારાધનાર્થે કરેમિ કાઉસ્સગ્ગ’ કહીને વંદન અને અન્નત્યં બોલીને, એક નવકા૨નો કાઉસ્સગ્ગ કરીને આ પ્રમાણે સ્તુતિ બોલવી. अन्यज्ज्ञानचतुष्टयं स्वविषयं नैवाभिधातुं क्षमं । श्रीमत्केवलिनोऽपि वर्णनिकरज्ञानेन तत्त्वं जगुः ॥