________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
ક્ષપનાર : વર્ષ, વહૂમિર્ષ વટfમ: |
यत्तदुच्छवासमात्रेण, ज्ञानयुक्तस्त्रिगुप्तवान् ॥ “નારકીના જીવો જેટલાં કર્મને ઘણાં બધાં કરોડો વરસે ખપાવે છે, તેટલાં કર્મને મન, વચન અને કાયાની ગુપ્તિના ધારક જ્ઞાની માત્ર એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે.”
અને “છઠ્ઠ, અટ્ટમ, દશમ, દુવાલસ વગેરે તપ કરનાર અબુધ-અજ્ઞાની જીવના આત્માની જેટલી શુદ્ધિ થાય છે તે કરતાં અનેક ગણી શુદ્ધિ દરરોજ જમતા એવા જ્ઞાનીની થાય છે..
જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં શ્રુતજ્ઞાન પોતાના અને પારકા માટે ઉપકારી હોવાથી શ્રેષ્ઠ છે. બાકીનાં ચાર જ્ઞાન મૂંગાં છે. તાત્પર્ય કે તે ચાર જ્ઞાન સ્વસ્વરૂપને કહેવા સમર્થ નથી. જ્યારે શ્રુતજ્ઞાન તો પોતાને તથા પારકાને પ્રકાશ કરવામાં દીવાની જેમ સમર્થ છે અને આ શ્રુતજ્ઞાન બીજાને આપી પણ શકાય છે અને બીજા પાસેથી તે લઈ પણ શકાય છે. પરંતુ બાકીનાં ચાર જ્ઞાન ન તો બીજાને આપી શકાય છે કે ન તો તે બીજા પાસેથી લઈ શકાય છે. તીર્થંકર નામકર્મ પણ ધર્મદેશના આપવાથી નિર્જરા પામે છે. આથી ભવ્ય જીવોએ અધ્યયન શ્રવણ વગેરેથી શ્રુતજ્ઞાનની સાધના અને આરાધનામાં નિરંતર જાગ્રત રહેવું. સતત ઉદ્યમી બનવું
જે અજ્ઞાની જીવ મન, વચન અને કાયાથી જ્ઞાનની આશાતના કરે છે, તેઓ રોગી થાય છે. શૂન્ય-મંદ મનવાળા થાય છે. આશાતનાના પાપકર્મથી તેવા જીવો અનેક ભવમાં ભટક્યા કરે છે. કહ્યું છે કે :
अज्ञानतिमिरग्रस्ता, विषयामिषलंपटाः ।
भ्रमति शतशो जीवा, नानायोनिषुदुःखिताः ॥ “અજ્ઞાનરૂપી અંધકારથી ગ્રસ્ત અને વિષયરૂપી માંસમાં લંપટ એવા સેંકડો જીવો અનેકવિધ યોનિમાં દુઃખીપણે પરિભ્રમણ કર્યા કરે છે.”
આચાર્યશ્રીની ધર્મદેશના પૂરી થયા બાદ સિંહદાસ શ્રેષ્ઠીએ વિનયથી પ્રાર્થના કરી, “હે ભગવંત! મારી પુત્રી મૂંગી અને રોગી છે તો તે કયા કર્મબંધથી તે આ વેદના પામી છે, તે કહેવા કૃપા કરશો.”
શ્રેષ્ઠીની પ્રાર્થનાનો સ્વીકાર કરીને આચાર્યશ્રીએ ગુણમંજરીનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો :
ધાતકીખંડમાં ખેટકપુર નામે નગર હતું. તેમાં જિનદેવ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેની પત્નીનું નામ સુંદરી હતું. તેમને ચાર પુત્રો અને ચાર પુત્રી હતી. ઉંમર યોગ્ય થતાં તે સૌને