________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ દરેકે આ પ્રમાણે કરવી જોઈએ :
ન્યાય અને નીતિથી ઉપાર્જિત કરેલા ધનથી જિનાગમ તેમજ જિનેશ્વરાદિના જીવન ચરિત્રોના ગ્રંથોનું ઉત્કૃષ્ટપણે પ્રકાશન કરાવવું. એવા ધર્મગ્રંથો ગીતાર્થ મુનિ ભગવંતો પાસે વંચાવવા. ગ્રંથવાંચનના પ્રારંભ પ્રસંગે જ્ઞાનોત્સવ કરવો. ગ્રંથો અને શાસ્ત્રોનું વિધિપૂર્વક પૂજન કરવું. તેમનું ઉમળકાપૂર્વક યોગ્ય સન્માન કરવું. વ્યક્તિની જેમ તેમને સાચવવા અને સન્માનવા. પંડિત શાસ્ત્રી, ધાર્મિક શિક્ષક એવા શ્રુતજ્ઞાનદાતાઓને અન્ન, વસ્ત્ર અને વસવાટ આદિ આપી તેમનું બહુમાન કરવું. તેમને પૈસાની ચિંતા ન રહે અને પ્રેમથી નચિંત મને તેઓ શાસ્ત્રાભ્યાસ કરાવી શકે તેવી શક્ય તમામ સુવિધાઓ તેમને આપવી તેમજ ભણનારને વિદ્યાર્થીને જ્ઞાન પ્રત્યે રસ અને રૂચિ વધે, ભણવા પ્રત્યે તેમનો ઉત્સાહ વધે તે માટે વિદ્યાર્થીઓને પણ પ્રસંગે પારિતોષિકો અને પુરસ્કાર વગેરે આપવા.
એવું સાંભળ્યું છે કે દુષમ કાળમાં બાર વરસનો ભયંકર દુકાળ પડ્યો. એ સમયે સિદ્ધાંત અને સૂત્રોને વિસ્તૃત અને ઉચ્છિત થઈ જતાં તે સર્વને બચાવી લેવા નાગાર્જુન, સ્કંદિલાચાર્ય આદિ સમર્થ આચાર્યો અને શ્રમણોએ પાટલીપુત્રમાં ભેગા થઈને શાસ્ત્રો લખાવ્યાં. આમ સુખી અને સંપન્ન જીવોએ આત્મકલ્યાણપ્રદ એવાં પુસ્તકો અને ગ્રંથો લખાવવા, છપાવવા અને તેની પ્રભાવના કરવી.
શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી પેથડ સંઘવીએ એકાદશાંગી (૧૧ આગમ ગ્રંથ) સાંભળવાની શરૂઆત કરી. પાંચમા અંગ શ્રી ભગવતી સૂત્રમાં જ્યાં જ્યાં “હે ગૌતમ !” એવું પદ આવ્યું ત્યાં ત્યાં પેથડ સંઘવીએ તે પદ અને ગ્રંથની સોનામહોર મૂકીને પૂજા કરી. આ આગમ ગ્રંથમાં છત્રીસ હજાર વખત “હે ગૌતમ !' પદ આવે છે. પેથડ સંઘવીએ તેટલી સોનામહોર મૂકીને જ્ઞાનની અપૂર્વ પૂજા-ભક્તિ કરી. ત્યાર પછી તેટલી જ સોનામહોરોનો વ્યય કરીને તેણે બધા આગમ ગ્રંથો લખાવ્યા અને તેને મૂલ્યવાન રેશમી વસ્ત્રોમાં બાંધીને ભરૂચ, સૂરગિરિ, માંડવગઢ, આબૂ વગેરે સ્થાનોમાં ખાસ ભંડાર કરાવીને સુરક્ષિત રખાવ્યાં.
શ્રી પરમાતુ કુમારપાળ રાજાએ સાતસો લહિયાઓ બેસાડ્યા હતા. અને તેમની પાસે છ લાખ અને છત્રીસ હજાર શ્લોક પ્રમાણ આગમની સાત પ્રતો સોનેરી અક્ષરોથી લખાવી હતી. પોતાના તારક ગુરુ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત સાડા ત્રણ કરોડ શ્લોકની પણ તેમણે એકવીશ પ્રતો લખાવી હતી. આ ઉપરાંત એકવીશ જ્ઞાનભંડાર પણ બંધાવ્યા હતા. કહ્યું છે કે :
વર્તમાન સમયમાં કાળના અનુભાવથી તેમજ બુદ્ધિની મંદતાથી પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી. માટે શ્રાવકોએ પુસ્તકો લખાવવાં જોઈએ.
જિનપ્રતિમા ભરાવવાથી જેટલું પુણ્ય થાય છે, તેનાથી વધુ પુણ્ય સિદ્ધાંતોને લખવાલખાવવાથી તેમજ તેનું શ્રવણ-મનન કરવાથી થાય છે. કારણ કે જ્ઞાનથી જ શ્રી જિનેશ્વર ભગવંતનો