________________
રને કેઈએ પણ કયાંય કશું પણ કરતા જે હોય, એવું કઈ પણ કહેતે હોય તે તે ભલે જાહેરમાં આવે, અમે તેની પાસે પણ તેનું સાંભળવા તૈયાર છીએ, પ્રત્યક્ષ પ્રમા@થી તે સા ન પાડશે, કે તે અશકય છે, કારણ કે તે વાત બનવી અશક્ય છે, તે અરૂપી છે, જ્યારે તે દેખાતું નથી ત્યારે કરતે તે ક્યાંથી દેખાય? અને અદશ્ય પણુ કરતે હોય તે અમે તેને કુદરત કહીએ તે શબ્દજ ફેર થયે, ભલે તમે કુદરતને ઈશ્વર કહે, અમને કે તમને તેથી પ્રેમ ઘટવાને બદલે વધુ જોઈએ. પાણી વેટર બંને શબ્દ જુદા છતાં અર્થોમાં ભેદ ન હોવાથી અંગ્રેજી વાળા અને ગુજરાતીવાળા લડતા નથી.
કેઈ કહેશે, અમે નથી જે, પણ અમારા વડીલેએ ઇશ્વરઅવતાર બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિને જોયા છે તે બંધુઓ અમે પણ એમ તે માનીએ છીએ કે તીર્થંકર ઈશ્વરના અવતાર તે નહીં, પણ ઈશ્વર સ્વરૂપે થવા નિર્મળ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી મેક્ષમાં ગયા, અને અમને બોધ આપવા પિતાના શિષ્યોને ઉપદેશ પણ આપતા ગયા, પછી તમે તેવા પવિત્ર પુરૂષને બ્રહ્મા વિષ્ણુ મહેશ પેગંબર માને તે પણ વાંધા જેવું નથી.
કઈ કહેશે કે નહિ, ઈશ્વર વિનાકશું બનતું નથી, કારણ કે ઇટે વાસણ ઘર બધું બનાવેલું છે, તેમ જગત