________________
૧૭૦
સૂત્રકૃતાંગઓના અનુચિત આચારને કહ્યો અને અહિં પણ તેજ કહેશે તેથી એના આ સંબંધવડે આવતા ઉદ્દેશાના ઉપક્રમ વિગેરે ચાર અનુગદ્વાર કહીને સૂત્રના અનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે આ છે.
एते जियाभो ! न सरणं, बाला पंडिय माणिणो । हिच्चा णं पुव्व संजोग, सियाकिच्चो वएसगा ॥१॥ तं च भिक्खू परिनाय, वियं तेसु ण मुच्छए। अणुकस्से अप्पलीणे, मज्झेण मुणि जावए ॥२॥
આને પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે કે પૂર્વ સૂત્રમાં કહ્યું છે કે અન્ય તીથિએ અશુદ્ધ આચારને લઈને અસુર સ્થાનમાં કિલ્પિષીઆ દેવતા થાય છે. શા માટે? કારણકે આ પરિસહ ઉપસર્ગથી જીતાયેલા છે. (સંયમમાં શિથીલ છે), અને પરસ્પર સૂત્રને સંબંધ આ છે કે ૧ લી ગાથામાં કર્મ કેમ બંધાય તે જાણે, અને કેમ કમ તૂટે તે પણ જાણે. તે પ્રમાણે પાંચ ભૂત વિગેરે વાદીઓના તથા શૈશાળા મતને અનુસરનારા પરિસહ ઉપસર્ગથી છતાયેલા છે, અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મદ નામના છ શત્રુઓથી છતાયેલા છે. એ પ્રમાણે અન્યસૂત્ર સાથે પણ સંબંધ જાણ, તે સંબંધથી આ સૂત્રની વ્યાખ્યા કરીએ છીએ.
એતે એટલે પાંચ ભૂત–એક આત્મા, તે જીવ તે શરીર માનનારા તથા કૃતવાદી અને ગોશાળા મતવાળા તે