________________
સૂત્રકૃતાંગ.
૧૮૫ છેવટને સાર બતાવે છે. “ત” શબ્દ અવધારણ અર્થમાં છે, એટલે પાંચ સમિતિએ સમિતે સાધુ હોય તથા પ્રાણાતિપાતાદિથી વિરત પંચ મહાવ્રત પાળનારે પાંચ પ્ર. કારના સંવરથી સંત, તથા મન વચન કાયાની ગુપ્તિએ ગુસ, તથા ઘરના ફાંસાથી બંધાયેલા જે ગ્રહસ્થ તેનાથી નિર્લેપ એટલે મૂરછ ન કરનારે જેમ કાદવમાં ઉત્પન્ન થયેલું કેમળ ઉંચુ રહે તેમ સાધુ બૈચરી આદિ કારણે ગૃહસ્થને સંબંધ થાય, છતાં તેમાં ન લેપતે તે ભિક્ષુ મોક્ષને વાતે એટલે આઠ કમને ક્ષય કરવા સંયમના અનુષ્ઠાનમાં ઉદ્યમવંત થાય, એવું ગુરૂ મહારાજ શિષ્યને સૂચવે છે. બ્રવીમિ શબ્દથી અધ્યયનની સમાપ્તિમાં ગણધર ભગવંત કહે છે કે તીર્થંકરનું કહેલું કેવું છે તેવું હું કહું છું. પણ પિતાની બુદ્ધિથી નથી કહેતે. અનુગમ સમાપ્ત. હવે ન સાત છે, તેઓને આ ઉપસંહાર છે.
सव्वेसिपि नयाणं बहुविधवत्तव्ययं निसामित्ता। तं सबणय विसुद्धं जं चरणगुणहिओ साहू ॥१॥
બધા નનું અનેક પ્રકારે વક્તવ્ય છે તે સાંભળીને બધા નયથી વિશુદ્ધ જે ચરણગુણ છે તેમાં સાધુ રહે. એટલે જ્ઞાનનયથી સૂત્ર ભણીને કિયાનયથી તે પ્રમાણે વર્તન કરે. ઈતિ સૂયગડાંગસૂત્રનું સમયાખ્ય નામનું
પહેલું અધ્યયન સમાસ,