Book Title: Sutrakritanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 307
________________ ર૬૦ સૂત્રકૃતાંગ. પ્રત્યક્ષ સામે દેખાવાથી કહે છે કે, આ “ક્ષણ” તે દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવના અનુકુળ લક્ષણવાળે અવસર જાણીને તેને ઉચિત કર, અર્થાત દ્રવ્ય તે જંગમ (ત્રસ) પણું ચિંદ્રિય મુકુળઉત્પત્તિ મનુષ્યજન્મ અને ક્ષેત્ર આર્યદેશ રપા ની ગણતરીવાળ અને કાળ તે અવસપિ. ણીને ચે કે પાંચમે આરે ધર્મ મળવાને ગ્ય લક્ષસુવાળે છે, અને ભાવ તે ધર્મ શ્રવણ અને તેના ઉપર શ્રદ્ધા રાખવી, ચારિત્રને આવરણ કરનાર મોહનીય કર્મનું ક્ષપશમથી એકાંત હિતકારક વિરતિ (દીક્ષા) લેવાને ઉત્સાહ થયે છે, તેથી આવા ઉત્તમ લક્ષણવાળે ક્ષણે સમઅને ધર્મ સાધન કર, વળી સમ્યમ્ દર્શનની પ્રાપ્તિરૂપ બોધિ સુલભ નથી, એવું જિનેશ્વરે કહેલું જાણીને તેને અનુકુળ કાર્ય કર, કારણ કે જેમણે ધર્મ નથી કર્યો, તેવાને ફરી બેધિ મળવી દુર્લભ છે! કહ્યું છે કે – लद्धेलियं च बोहिं, अकरेंतो अणागयं च पत्थेतो । अन्नं दाइंबोहिं लब्भिसि कयरेण मोल्लेणं ? ॥१॥ મળેલી બેધિમાં ધર્મ ન કરતાં ભવિષ્યમાં બેધિની પ્રાર્થના કરે છે, તેથી તને પૂછું છું કે બીજી બોધિ કયા મૂલ્યથી મેળવીશ? (અર્થાત્ મહા પુણ્ય ઉદયથી ધર્મશ્રદ્ધા મળેલી તેથી ધર્મ ન કરતાં અધર્મ કરે છે, તે પછી ધર્મવિના તેની શ્રદ્ધા કેવી રીતે મેળવીશ? આ પ્રમાણે ઉત્ક્ર- .

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311