________________
૨૬૨
સૂત્રકૃતાંગ.
છે, આથી એમ જણાવ્યું કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ એકજ મોક્ષમાર્ગ છે, (જે બધા તીર્થંકરે આદરી મા મેળવે છે, તેમ તમે પણ મેળવે) ૨૦. હવે બતાવેલા ગુણેને ઉદ્દેશીને કહે છે. तिविहेण वि पाण माहणे, आयहिते अणियाण संवुडे । एवं सिद्धा अणंतसो, संपइ जेअ अणागया वरे ॥२१॥
ત્રિવિધ તે મન વચન કાયા અથવા કરવું કરાવવું અનમેદવું એ ત્રણ પ્રકારે દશ પ્રકારના પ્રાણ ધારણ કરનાર પ્રાણીઓને ન હણે, આ પહેલું મહાવ્રત છે, અને તે પહેલું સૂચવવાથી બીજાં મહાવતે પણ જાણી લેવા, તથા આત્માને અર્થે હિત તે આત્મહિત છે, તથા જેને વર્ગદિના સુખ વિગેરેની વાંછા નથી તે અનિદાન છે, તથા ઇંદ્રિય મન કે મન વચન કાયા એ ત્રણેથી સંવૃત તે ત્રણ ગુપ્તિએ ગુપ્ત છે, આવા ઉત્તમ ગુણવાળે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે, તે બતાવે છે. કે ઉપર કહ્યા પ્રમાણે અનુષ્ઠાન કરી અનંત મનુષ્ય અશેષકર્મના ક્ષય કરનારા સિદ્ધો થયા, અથવા સંવૃત બનીને વિશિષ્ટ સ્થાન (સિદ્ધસ્થાન)માં પહેચ્યા, વર્તમાનકાળમાં પણ તે સમયે સિદ્ધ થાય છે, અને બીજા ભવિષ્યકાળમાં આ પ્રમાણે અનુષ્ઠાન કરવાથી મેક્ષમાં જશે, પણ તેથી બીજો મોક્ષમાર્ગ નથી, આ ૨૧