________________ ર૬૪ . જેની જનની (માતા) વિશાળ પુણ્યવાળી છે, અથવા વિશાળ (મે) જેનું કુળ છે, અથવા જેનું વચન વિશાળ (ઉદાર) છે, તેથી જિનશાલિક કહેવાય છે. ને પૂર્વ માફક જાણવા. સમાપ્ત થયું. સૂયગડાંગ સૂત્ર પ્રથમ ભાગ સમાપ્ત થયે અને બીજો ભાગ છપાય છે. ચાંગા ગામ સ્થિતિ કરી, પૂર્ણ કર્યો આ ભાગ, પ્રેમે સજન વાંચીને, ધર્મ કરજો રાગ સૂયગડાંગ સૂઝે સલું, સૂત્ર રહસ્ય જેહ. વાંચીને વિચારતાં, સફળ નરભવ દેહ માગસર સુદની પંચમી, ગુરૂવાર મને હાર, માણેકમુનિ ભાષાંતર, પૂર્ણ કરે શ્રુતસાર