________________
૨૨૬
સૂત્રકૃતાંગ. સૂતેલે પણ રાગદ્વેષ રહિત બની સમાધિવાળો તે ધર્મ વિશે. જેના ધ્યાન યુક્ત થાય, તેને સાર આ છે, કે ઉત્તમ સાધુ બધી અવસ્થાઓમાં તે ચારિત્ર પાળવામાં બેસવામાં સુવામાં રાગ દ્વેષ છોડીને સમાહિત (સમતા વાળ ) થાય, તથા ભિક્ષાથી નિર્વાહ કરનાર ઉપધાન તેતપ તથા શક્તિ (વીર્ય) વાળે એટલે યથાશક્તિ તપ કરવામાં ઢીલ ન થાય, તથા વાગુ ગુણ તે સારી રીતે વિચારીને બોલનારો તથા અધ્યાત્મ (મન) વડે સંવૃત ભિક્ષુ અને મનમાં રાગ દ્વેષના સંકલ્પ વિકલ્પ ન કરે,) ૧ર વળી. णो पीहे ण याव पंगुणे दारं सुन्न घरस्त संजए, पुढेण उदाहरे वयं, ण समुच्छे णो संथरेतणं ॥१३॥
કોઈ સાધુ શયનના કારણે એકાંત શૂન્ય ઘરમાં રહ્યો હોય, ત્યાં સાધુ કમાડ વિગેરેથી તે મકાનના દરવાજા ન ઢાંકે, તેમ કમાડને હલાવે પણ નહિ, તેમ બંધ બારણને ઉધાડે નહિ, ત્યાં રહેતાં અથવા બીજે સ્થળે કઈ ધર્મ પૂછે, તે સાવદ્ય ભાષા ન બોલે, અને મૌન વ્રતને અભિગ્રહ લીધેલ કે જિનકલ્પ વિગેરે નિરવદ્ય ભાષા પણ ન બેલે, તથા ઘાસ કે કચરો પડ હોય, તે સાફ કરવા બહાર ન કાઢે, તેમ અભિગ્રહવાળે સૂવા માટે તે ઘાસને ઉપયોગ પણ ન કરે, તે કાંબળ વિગેરેની તે પાથરવાની તેને આશા કયાંથી હોય? અથવા બીજે સાધુ પણ પિલું ઘાસ ન