________________
સૂત્રકૃતાંગ.
૨૩૮ न पुन रिदमति दुर्लभ, मगाध संसार जलधि विभृष्टम् । मानुष्यं खद्योतक तडिल्लता विलसित प्रतिमम् ॥१॥
આ મનુષ્યપણું ખરજુવા (આગીયાના કીડા)ના ઝરા પ્રકાશ જેવું કે વીજળીના ચમકારા જેવું વીતી જતાં અને ગાધ સંસારમાં જેમ સમુદ્રમાં પડેલી હાની વસ્તુ હાથ લાગવી મુશ્કેલ છે, તેમ મનુષ્ય જન્મ ફરી મળ દુર્લભ છે. (માટે વિષયભોગમાં ન રાચતાં ધર્મ કરી લે) વળી યુગ સમિલનું દષ્ટાંત કે સ્વયંભુરમણ જેવા સમુદ્રમાં કરડે
જનના આંતરે ધૂસરૂં અને તેની ખીલી નાંખ્યાં હોય તે બહુ મુશ્કેલી એ ભેગાં થાય, તેમ મનુષ્યજન્મ દુર્લભ છે, એવાં દશ દષ્ટાંત શાસ્ત્રમાં આપેલાં છે, તે વિચારવાં, એટલે મનુષ્યજન્મ દુર્લભ છે, તેમ આર્યક્ષેત્ર વિગેરે પણ મહા કષ્ટ મળે તેમ છે, માટે આત્મહિત મળવું દુર્લભ છે, એમ જાણવું, જેમકે – भूतेषु जंगमत्वं, तस्मिन् पंचेंद्रिय त्वमुत्कृष्टम् । तस्मादपि मानुष्यं, मानुष्येऽप्याय देशश्च ॥१॥
પૃથ્વીકાય વિગેરેથી ત્રસ પણું અને તેમાં પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે તેથી પણ મનુષ્યપણું, અને તે મનુષ્યપણ સાથે આર્યદેશ ઉત્તમ છે. देशे कुलं प्रधान, कुले प्रधानेच जातिरुत्कृष्टा । जातौ रूप समृद्धी रूपेच बलं विशिष्टतमम् ॥२॥