________________
ર૫૬
સરકતાંગ.
મન વચન કાયાના વેગને સમાધિમાં રાખી જ્ઞાનાદિમાં યુક્ત બની સદા યેતનાથી આત્મા તથા પર ઉપર સમાનભાવ રાખીને વર્સ,
પ્ર–કે બનીને?
ઉ.–પરમ તે ઉત્કૃષ્ટ અને આયત (દીર્ઘ) સર્વ કાળ હોવાથી તે પરમાયત એટલે મોક્ષ છે, તેને અર્થી બનીને ઉપર બતાવેલા વિશેષણ (ગુણ) વાળે બને છે ૧૫ .
વળી બીજી રીતે ઉપદેશ આપે છે. वित्तं पसवो य नाइओ, तंबाले सरणंति मन्नइ। एते ममते सुवी अहं, नो ताणं सरणं न विजई ॥ १६ ॥ - ધન ધાન્ય સેનું ચાંદી એ વિત્ત છે હાથી ઘેડા ગાય ભેંસ વિગેરે પશુઓ છે, સ્વજન માતાપિતા પુત્ર સ્ત્રી વિગેરે જ્ઞાતિઓ છે. આ બધાનું શરણ અજ્ઞાની માને છે, તે બતાવે છે. આ વિત્ત, પશુઓ, જાતિ નાતિ વિગેરે બધાં મારાં હિત કરનારાં છે, ખરે વખતે ઉપયોગમાં આવશે, વળી તે બાળ માને છે કે હું તે મેળવીને રક્ષણ કરીશ તે બીજા ઉપદ્રવ દૂર કરીશ, પણ તે અજ્ઞાની જાણ નથી, કે તે જે શરીરને માટે ધન સ્ત્રી પુત્ર વિગેરે મેળવે છે, તેમાં તારું શરીર પણ અશાશ્વત છે. વળી– रिद्धी सहावतरला रोगजरा भंगुरं हय सरीरं । दोण्डंपि गमणसीलाण किचिरं होज संबंधो? ॥१॥