________________
સૂત્રકૃતાંગ.
૨૫૭
ધન સંપદા સ્વભાવથી જ ચંચળ છે, રેગ અને બૂઢાપાથી ક્ષીણ થતું હણાયેલું શરીર છે, પિતાની સંપદા અને શરીર બંને ચપળ નાશવંત છે, ત્યારે તે બેને આત્મા સાથે સંબંધ કેટલો કાળ રહેવાને છે? વળી ઉપદેશ આપે છે કે
माता पित सहस्राणि, पुत्र दार शतानिच । प्रति जन्मनि वर्तन्ते, कस्य माता पिताऽपिवा ? ॥१६॥
આ જીવે પૂર્વે અનેકવાર જન્મ લેઈ માતાપિતા હારેની સંખ્યામાં (અનંતા) કર્યા છે, પુત્રે તથા સ્ત્રીઓ સેંકડે કરી છે, અને દરેક જન્મમાં તે બદલાતાં જાય છે, ત્યારે ખરી રીતે કેણ કે પિતા અને માતા તરીકે છે? (અર્થાત્ પૂર્વકર્મના સંબંધે જોડાયાં છે) તેજ કહે છે. કે ધન વિગેરે માટે જે કઈ અહીં પાપકૃત્ય કરે છે, તે નરક વિગેરેમાં જતાં તે ધન વિગેરે તેનું રક્ષણ કરી શકતાં નથી ! તેમજ રાગ કરનારાને પીડા થતાં પણ તેને કઈ બચાવનાર નથી. તે ૧૬ એ તેજ કહે છે. अब्भागमितमि वादुहे, अहवा उक्कमिते भवंतिए। एगस्स गतीय आगती, विदुमंता सरणं ण मन्नई ॥१७॥ આ પૂર્વે બાંધેલ અસાતા વેદનીયકર્મ ઉદય આવતાં દુઃખ પડે, ત્યારે તેને એકલે જીવ રેગાદિનું દુઃખ ભોગવે છે, તે વખતે જ્ઞાતિ વર્ગ કે વિરવડે કંઈ બચાવ થતું નથી, તે કહે છે.