________________
૨૪૮
સૂત્રકૃતાંગ. ચારી વિગેરેમાં પ્રવતને દુર્ગતિમાં ગયા પછી અતિ શોચ કરે છે. અને નરકમાં ગયેલા પરમાધામીથી દુઃખ દેવાતાં અથવા તિર્યંચનિમાં સુધા (ભૂખ) વિગેરેની પીડાથી, અતિશે બરાડા પાડતે નિશાસા નાખે છે. તથા રડે છે, અને બહુ આકંદ કરે છે. हामातम्रियत इति, त्राता नैवास्ति साम्पतं कश्चित् । किं शरणं मे स्यादिह, दुष्कर चरितस्य पापस्य ॥ १ ॥ | હે મા! હું મરું છું, મરતાં મને આ સમયે કઈ બચાવનાર નથી ! અહાહા ! દુષ્ટ કૃત્ય કરનારે હું છું તેને કર્યું શરણુ અહીં છે. આ પ્રમાણે મરતી વખતે પણ દુષ્ટ કૃત્ય કરનારાઓ દુઃખ પામે છે, માટે વિષયસંગ ન કર, એ આત્માને બંધ આપ! . ૭ इह जीविय मेव पासहा, तरुण एवा(णेवा)स सयस्स तुट्टती। इत्तर वासे य बुज्झह, गिद्धनरा कामेमुमुच्छिया ॥८॥
અન્ય જીવિત (ભવ) માં તે દૂર રહે, પણ આ ભવ (સંસાર)માંજ સકળ સુખના સ્થાનમાં અનિત્યતા ઘુસી છે, તથા આયુ છે, તે પણ આવી ચિ (ક્ષણ ક્ષણના) મરણ વડે ક્ષણે ક્ષણે નાશ થવાના સ્વભાવવાળું છે, અથવા સંપૂર્ણ આયુને ક્ષય પણ જુવાનીમાં થાય છે, એટલે ૧૦૦ વર્ષનું આયું હોય તે પણ કંઈપણ નિમિત્ત વિગેરે રૂપથી -