________________
२३१
સૂત્રકૃતાંગ
દૂમણ છે, અથવા દુષ્ટમન કરનારા અથવા ઉપતાપ કરનારા શબ્દાદિ વિષયે છે, તેમાં જે મહાસત્વવાળા સાધુઓ છે, તે તેમાં નમી જતા નથી, અર્થાત કુંચાલ સેવનાર થતા નથી, તેઓ જ સુમાર્ગમાં અનુષ્ઠાન કરનારાઓ સમાધિ તે રાગદ્વેષ ત્યાગરૂપ ધર્મ ધ્યાનને આત્મામાં વ્યવસ્થિત થએલું જાણે છે, પણ બીજા નથી વણતા. णो काहिए होज संजए, पासणिए गय संपसारए। . नचा धम्म अणुत्तरं, कय किरिए णया वि मामए ॥२८॥
સંયત એટલે જેણે દીક્ષા લીધી હોય તે સાધુ છે, તેણે ગોચરી વિગેરેમાં કથા કરનારા ન થવું, અથવા તેણે ધર્મવિરૂદ્ધ કોઈને મર્મ ખેલનારી અથવા સ્ત્રી વિગેરે સંબંધી વિકથા કરનારા ન થવું, તથા નવું શું બનશે? એ પ્રશ્ન રાજા વિગેરેએ પૂછતાં તેને નિમિતિયા (જોશી) તરીકે ઉત્તર આપનારા અથવા દર્પણ વિગેરેથી પ્રશ્નને ઉત્તર આપે, તે કાર્ય સાધુએ ન કરવું, તેમજ દેવ વૃષ્ટિ (વર્ષદ સંબંધી) અર્થકાંડ (પૈસાની પ્રાપ્તિ) વિગેરે સૂચવનારી કથાને કહેનારો સંપ્રસારક પિતે ન બને, પ્રશા માટે? ૧, જેનું ઉત્તર નથી તે અનુત્તર શ્રતચારિત્ર નામને ધર્મ સમજીને પિતે વિકથા વિગેરે ન કરે, કારણ કે ધર્મનું આ ફળ છે, કે વિકથા તથા નિમિત્તનું કામ છોડીને સમ્યકિયાવાળે થાય, તે બતાવે છે, કે જેણે