________________
સૂત્રકૃતાંગ.
૧૮૯
કામશબ્દ અહીં આ અદ્ભુપગમ (સ્વીકાર)ના અર્થમાં છે, કે બધા આગમો શાશ્વત અનાદિ છે, અને તેમાં રહેલું આ અધ્યયન પણ અનાદિ છે, તે પણ ભગવાન આદિનાથને જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યાર પછી અષ્ટાપદ ઉપર હતા, ત્યાં ભરત મહારાજે ભરતક્ષેત્રનું ચકવસ્તી પદ સ્વીકારીને ૯૮ ભાઈઓને કાઢયા ત્યારે તેમણે પિતા પાસે જઈને પૂછયું કે ભરત મહારાજા અમને આ પ્રમાણે તાબામાં રહેવા કહે છે, તે અમારે તેમની સેવા કરવી કે શું કરવું? (કારણ કે રાજ્ય તે આપે અમને વહેંચી આપ્યું છે) ત્યારે સર્વજ્ઞપ્રભુએ તેમના હિતાર્થે અં. ગારદાહકનું દષ્ટાંત બતાવી કહ્યું, કે માણસની ઈચ્છા ભેગથી તૃપ્ત થતી નથી, તેમ માન પણ વધેજ છે માટે તમે તે વિષયાકાંક્ષાને છેડે કે ફરી તાબેદારી કરવી પડે નહિ.) આવા વિષયનું આ અધ્યયન છે, તે પ્રભુએ કહ્યું, તેથી તે પુત્રે એ સાંભળીને સંસારની અસારતા વિષયેનાં કડવાં ફળ તથા નિસારતા અને મોન્મત્ત હાથીના ચંચળ કાન માફક ચપળ આયુ તથા પર્વતની નદીના વેગસમાન ચંચળ વૈવન જાણીને વિચાર્યું કે ભગવાનની આજ્ઞા પાળવી જ શ્રેષ્ટ છે, તેથી પ્રભુ પાસે ૯૮ ભાઈએ સાથે દીક્ષા લીધી, અહીં ઉશ માફક નિર્દેશ હવે જોઈએ, તેથી બધે પણ ઉપઘાત હવે જોઈએ. એ ૩લા ' હવે ઉદ્દેશાના અથાધિકારમાં પૂર્વે કહેલું તે ખુલાસાથી કહે છે.