________________
૧૮૪
સૂત્રકૃતાંગ.
ભગવાન પુત્રને સમજાવે છે, કે આયુ સોપકમ હોવાથી અનિયત છે, કારણ કે કેટલાક ડહર તે બાલક, તથા વૃદ્ધ અને કેટલાક ગર્ભમાં રહેલા પણ માણસ મરણ પામે છે, તેથી હે મનુષ્ય ! તમે જુએ. (માનવ લેવાનું કારણ એ છે કે મનુષ્યો જ વિશેષથી બંધ પામવાને ગ્ય છે.) કે ત્રણ પલ્યોપમના આયુવાળા મનુષ્ય પણ પર્યાતિ પામીને તરત અંતર્મુહૂર્તમાં મરણ પામે છે, કેટલાક બાળપણે જન્મીને તુર્ત મર્ણ પામે છે, તેનું દષ્ટાંત કહે છે, કે જેમ યેનપક્ષી તિત્તિર (તીતર) પક્ષીને મારી નાંખે છે, તેમ મેત પ્રાણીના પ્રાણને હરે છે, અને ઉપકમવાળા આયુને કાળ વચનમાં ઝડપે છે, અથવા નિરૂપકમી આયુવાળાને આયુષ્યના ક્ષયમાં ના જીવિતને મત હરે છે ૨ છે मायाहिं पियाहिं लुप्पइ, नोसुलहा सुगईय पेच्चओ। एयाई भयाहिं पे हिया, आरम्भा विरमेज सुब्बए ॥३॥ जमिणं जगती पुढोजगा कम्मेहिं लुप्पंति पाणिणो। सयमेव कडेहिं गाहइ णोतस्स मुच्चेजऽपुट्ठयं ॥४॥
કેઈતે જ્ઞાનથી સમજીને પણ માતા પિતા કે સ્વજનના મેહથી કે નેહથી ધર્મ પ્રત્યે ઉદ્યમ (ચારિત્ર) આરાધતા નથી, પણ માતાપિતા માટે આરંભાદિ કરીને સંસારમાં ભમે છે, કહ્યું છે કે