________________
૧૭૬
સૂત્રકૃતાંગ. જ પરભવમાં ઉત્પન્ન થાય, એટલે પુરૂષ હોય, તે પુરૂષ થાય, અને સ્ત્રી હોય, તે સ્ત્રી જ થાય. અથવા અનંત એટલે અપરિમિત (અવધિરહિત) તથા નિત્ય એટલે અપ્રવ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવવાળ લેક છે. તથા નિરંતર હાય માટે શાશ્વત, તે બે અણુ વિગેરેથી કાર્ય દવ્ય અપેક્ષાવડે અશાશ્વત થવા છતાં કારણ દ્રવ્ય જે પરમાણુંપણું તેને છેડો નથી તથા વિનાશ નથી એટલે દિશા, આત્મા, આકાશ આદિ અપેક્ષાવડે જાણવું. તથા અંત જેને આવે તે અંતવાળે લેક તે સાત દ્વિીપવાળી વસુંધરા છે, એવું પરિમાણ બતાવનારા વાદીઓ છે. તે પરિમાણવાળે નિત્ય છે એવું કંઈ સાહસિક (ધીર) બીજી રીતે અર્થનું પ્રતિપાદન કરવાથી વ્યાસ રૂષિ વિગેરે માફક ઉલટું દેખે છે તે, આ પ્રમાણે અનેક ભેદથી ભિન્ન એવા લકવાદને સાંભળે. એ બે ગાથાને ભાવાર્થ થયે. તથા અપુત્રને લોક નથી, બ્રાહ્મણ દેવતા છે, કુતરો યક્ષ છે અને ગાયે મારે અથવા ગાયને મારનારે તેને લેક નથી, વિગેરે નિર્યુક્તિમાં કહેલું લેકનું મંતવ્ય જાણે. . ૬ છે
अपरिमाणं वियाणाई, इहमेगे सिमाहियं । सव्वत्थ सपरिमाणं, इति धीरोऽतिपासइ ॥७॥ जे केइ तसापाणा, चिटुंति अदु थावरा । परियाए अस्थि से अंजू , जेण ते तसथावरा ॥८॥