________________
૧૮૨
સૂત્રકૃતાંગ.
થવું જાણી લેવું. વળી બધા જતુઓ શરીર, મન વિગેરેના દુઃખથી આકાંત થઈને જુદી જુદી અવસ્થાઓને પામે છે. તેથી સર્વે પ્રાણીઓ ન મરે તેમ ઉત્તમ માણસે આચરવું, અથવા તે બધા પ્રાણુઓને-દુઃખ અનિચ્છિત છે, તથા (“ચ” શબ્દથી જાણવું કે, તેઓ સુખના વાંચછકે છે તેથી તે બધાને દુઃખ ન દેવું એ પ્રમાણે ઉપદેશ પણ આવે, અને ઇવેને ત્રણ સ્થાવરપણાનું બીજી રીતે જૂદું થવાનું પણ સૂચવ્યું. શા માટે જીવોને ન હણવા? તે બતાવે છે. કે (ખ) નિશ્ચયથી એજ જ્ઞાનીને એટલે વિવેકવાન પુરૂષને સાર એટલે ન્યાય છે, કે વિવેકી પુરૂષ કે સ્થાવર જંગમને દુઃખ ન દેવું. તેથી એમ પણ જાણવું કે જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, દુરાચાર ન કરે, પરિગ્રહ ન રાખે, શત્રિએ ભેજન ન કરવું, આ બધું જ્ઞાનીનું કર્તવ્ય છે તે સમજીને આશ્રવ કર્મમાં ન પ્રવર્તે. વળી અહિંસા વડે સમતા, એને આવી રીતે જાણે કે મારૂં મરણ અને દુઃખ મને અપ્રિય છે તે પ્રમાણે બીજા પ્રાણીઓને ણ છે. (હુ શબ્દ અવધારણના અર્થ માં છે.) તેથી જ્ઞાની સાધુએ પ્રાણીમાત્રને પરિતાપન, અપદ્રાવણ વિગેરેથી દુઃખ ન દેવું. ૧૦ :
એ પ્રમાણે સાધુના પંચમહાવ્રતરૂપે મૂલગુણોને બતાવી ઉત્તગુણે બતાવે છે.
सिए य विगयगेही, आयाणं सं (सम्म) रक्खए। च रिआसणसेज्जासु, भत्तपाणे अ अंतसो ॥११॥