________________
૧૭૪
સૂત્રકૃતાં.
તારવાને સમર્થ છે. તે ભિક્ષુ એટલે ઉદ્દેશિક વિગેરે દોષિત આહાર ન લે, પણ નિર્દોષભેજન લેનારા જે મુનિઓ છે તેમનું શરણ નવા સાધુએ લેવું. ૩
હવે પરિગ્રહ અને આરંભરહિત કેવી રીતે રહેવું તે બતાવે છે, કે ગ્રહ પોતાના સંસારનિર્વાહ માટે ૫રિગ્રહ અને આરંભવડે જે ભાત વિગેરે રાંધે છે તેમાંથી લેવું. આ કહેવાવડે ગોચરીના ક૭ દેષમાંથી પ્રથમના ગ્રહસ્થથી બનતા ૧૬ ઉગમષ ત્યાગ કરવાનું સૂચવ્યું. એટલે નિર્દોષ આહાર લે. તથા ગ્રાસ એટલે આહાર, તે નિર્દોષ જેઈને સાધુ યાચે, તથા વિદ્વાન એટલે સંયમકરણમાં એક નિપુણ બીજાઓની આશંસાના દોષરહિત એટલે ગ્રહસ્થ સાંસારિક વાંચ્છા રાખીને વહાવે તે નહિ, પણ માક્ષની બુદ્ધિએ વહેરાવે, તે લેવું. આ વચનથી બીજા ઉત્પા દના ૧૬ દોષ સાધુને ગોચરી લેતાં લાગે, તેને નિષેધ કર્યો. તે દેષ સાધુ દૂતનું કામ કરે, ધાવનું કામ કરે, નિમિત્તનું કામ કરે, વિગેરે દોષ લાગે તેનાથી રહિત આહાર લે તથા બીજા ૧૦ દેષ વહેરાવનાર અને વહોરનાર બન્નેને ભેગા લાગે છે, તે પણ સાધુએ ત્યાગવાના છે એમ સૂચવ્યું. તથા ગોચરમાં મૂછ ન રાખે એટલે રાગદ્વેષરહિત ગોચરી કરે તેથી ૫ દેષ ગોચરીના પણ ત્યાગવાના સૂચવ્યા. વળી સાધુ પારકાનું અપમાન ન કરે તેમ તપને મદ, અને જ્ઞાનને મદ ન કરે એમ જાણવું છે ૪