________________
૧૭૨
સૂત્રકૃતાંગ.
જેમ ગ્રહ પંચ સૂનાવ્યાપારવાળા છે, તે પ્રમાણે તેઓ પણ છે. ૧.
એ પ્રમાણે અન્ય તીર્થિઓમાં જૈનબિસુએ કરવું તે કહે છે. તે પાખંડ મતના અસઉપદેશને સારી રીતે જાણીને જેવા એ વિવેકશૂન્ય બનીને પિતાના હિતને કરી શકતા નથી, તેમ તેઓ અન્યનું પણ હિત કરવાના નથી, તેવું ઉત્તમ સાધુ વિચારીને તેમના ફસામાં ન ફસે–તેમને સંબંધ પણ ન કરે. ત્યારે સાધુએ શું કરવું તે પાછલી અધી ગાથામાં બતાવે છે. “અનુત્કર્ષવાન એટલે આઠમદના રથાનમાં કેઈપણ જગ્યાએ અહંકાર ન કરે તથા અન્ય તિથિ, ગ્રહસ્થ અથવા શિથીલાચારી જૈન સાધુઓથી પણ સંબંધ ને રાગદ્વેષના મધ્યભાગમાં રહીને મુનિ ત્રણ જગને વેરી એટલે સર્વ તત્વને જાણને સંયમમાર્ગમાં આત્માને નિર્વાહ કરે. એને ભાવાર્થ એ છે કે કઈ વખતે તેવાઓ સાથે પણ સંબંધ થાય તે પિતાના ઉત્તમ ગુણેથી અહંકારી ન બનતાં તેમની નિંદા ન કરીને પોતે મધ્યસ્થ રહેવું. (જેથી તેઓને વિનાકારણ દ્વેષ ન થાય). ૨
હવે તે અન્યતિથિએ રક્ષણ માટે થતા નથી તે બતાવે છે.
सपरिग्गहा य सारंभा, इहमेगेसिमाहियं । अपरिग्गहा अणारंभा, भिखूताणं परिवए ॥३॥