________________
સૂત્રકૃતાંગ.
૧૬૮ અનુકુળ પદાર્થ ભેળવી બતાવે છે, તથા કહે છે કે પછી મોક્ષ મળશે.આ ફક્ત ભેળા માણસોને ઠગવાનું હોવાથી તેઓ અનાદિ સંસાર કાંતારમાં ભમશે અને પિતાના દુષ્ટ આચરણથી કર્મપાશથી બંધાઈ ફરી ફરીને નરકાદિના પીડા સ્થાનમાં ઉત્પન્ન થશે તથા ઇદ્રીઓને કબજામાં ન લેવાથી છેવટે અશેષ કંકવિનાશ રૂપ સિદ્ધિ નહિ પામે, અને સંયમ ધર્મવિના અણિમાદિ આઠ ગુણ લક્ષણવાળી સંસારસિદ્ધિ બતાવે છે, તે પણ ભેળા માણસને ઠગવાની દંભકલ્પનાજ છે. અને તેઓની જે બાલતપ, અનુષ્ઠાન વિગેરેથી સ્વર્ગ પ્રાપ્તિ છે તેપણું પ્રાયે એવી જ છે, તે બતાવે છે, ( ગ્ય અનુષ્ઠાનના અભાવે) તેઓ કલ્પકાળ એટલે પ્રભૂતકાળ સુધીના આયુષ્યવાળા અસુર, સ્થાનમાં ઉત્પન્ન થયેલા એટલે નાગકુમાર વિગેરે દેવતા થાય છે, પણ તે ઉંચ પાયરીના નહિ, પણ કિષજાતિ ના દૂત જેવા અલ્પસુખવાળા, વલ્પ આયુવાળા થાય છે. આ ત્રીજો ઉદેશે હું કહું છું ૧દા આ સમયાખ્ય અધ્યયને ત્રીજે ઉદ્દેશ સમાપ્ત થયે.
પ્રથમ અધ્યયનનો એ ઉદેશે શરૂ કરવામાં આવે છે. ત્રીજો ઉદેશે કહેવાયે, હવે ચોથા ઉદ્દેશાની શરૂઆત થાય છે. તેને આ સંબંધ છે. પૂર્વ ઉદ્દેશામાં અધ્યયનના અર્થ પ્રમાણે સ્વસમય અને પરસમયને અધિકાર કહ્યો, તે અહિં પણ કહે છે. અથવા પૂર્વના ઉદેશામાં અન્ય તિથિ