________________
સૂત્રકૃતાંગ,
૧૬૭ બીજા પણ પિતાના મંતવ્યથી મોક્ષમાર્ગને મળવાનું બતાવે છે, કે સર્વથા કંનું દૂર થવું આ લક્ષણવાળી સિદ્ધિની પ્રાપ્તિ છે, તેની પૂર્વે એટલે જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્તિ ન હોય, ત્યાં સુધી અહિંજ એટલે સંસારમાં અમારા દર્શનમાં કહેલાં અનુષ્ઠાન કરવાથી આઠ ગુણના ઐશ્વર્યને સદ્ભાવ થાય છે તે બતાવે છે. આત્માને વશમાં રાખી શકે તે વશવર્તી ઈદ્રીય કબજે લેનાર જાણ. તે સંસારી શેલાવડે પરાભવ પામતે નથી, અને તેના સર્વે મને રથ સિદ્ધ થાય છે. જે જે ઈચ્છા કરે, તે સર્વથા સિદ્ધ થાય, અને આ મેક્ષ સિદ્ધિની પૂર્વે તેને આઠગુણના ઐશ્વર્યના લક્ષણવાળી સંસારસિદ્ધિ થાય છે તે કહે છે. ૧ અણિમા, ૨ લધિમા, ૩ મહિમા, ૪ પ્રાકામ્ય, ૫ ઈશિત્વમ, ૬ વશિત્વમ, ૭ પ્રતિઘાતિત્વ, ૮ કામાવસાયિત્વ છે ૧૪
એમ ઉપર કહેલી આઠ ગુણના ઐશ્વર્યવાળી સિદ્ધિ અમારા કહેલા અનુષ્ઠાનથી આ લેકમાં થાય છે, અને અશેષ દ્રઢ રહિત લક્ષણવાળી સિદ્ધિ ત્યાર પછી થાય છે. તે બતાવે છે.
सिद्धा य ते अरोगा य, इहमेगे सि माहियं । सिद्धिमेव पुरो काउं, सासए मढिआ नरा ॥ १५ ॥ असंवुडा अणादीयं भमिहिति पुणो पुणो । कप्पकाल मुवजंति, ठाणा आसुर किबिसिया ॥१६॥ इति बेमि इति प्रथमाध्ययने तृतीयोद्देशकः ॥गाथा ग्रं. ७५ ।