________________
સૂત્રકૃતાંગ.
દ્રવ્ય અને ભાવ એવા તીર્થના બે ભેદ છે. તેમાં “દ્રવ્યતીર્થ” નદી વિગેરેમાં ઉતારવાના માર્ગ રૂ૫ છે. અને “ભાવ તીર્થ” તે “સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રને સમુદાય” તે ત્રણ સંસાર સમુદ્રથી ઉતારવા સમર્થ છે અથવા એ ત્રણને ધારણ કરનાર આધારરૂપ (શ્રી ચતુર્વિધ) સંઘ છે. અને તે બધામાં મુખ્ય પહેલા ગણધર ભગવંત છે. (જે સત્રોની રચના કરે છે.)
ઉપર કહેલ ભાવતીર્થને કરનાર તીર્થકર પ્રભુને નમીને (આ ભદ્રબાહુવામી કહે છે) “કહીશ”—
તેમાં જનેતરમાં પણ તીર્થકરને કે સંભવ કરે તે સંભવને હઠાવા માટે ખુલાસો કરે છે-કે બીજા ધર્મોપદેશકેને તીર્થકર ન કહેવા. કારણ કે જિનવર વિશેષણ બીજે ઘટતું નથી, તે અહીં ઘટે છે.
જે રાગ દ્વેષ મોહને જીતે તે જીન, આવા જીન સામાન્ય કેવળી પણ કહેવાય, તેથી તેના નિષેધ માટે “વર” પ્રધાન એટલે જે ચેત્રીશ અતિશય યુક્ત છે તેને નમીને એમ કહ્યું. આ નવરને નમસ્કાર કરવાનું કારણ એ છે કે તેઓ (આપણાથી કેત્તર ધર્મ–ન સમજાય તેવા) આગમન. રહસ્યના ઉપદે હોવાથી ઉપકારી છે. અહીં વિશિષ્ટ-ઇન સાથે વર વિશેષણ લગાવવાનું કારણ આ શાસ્ત્રનું ગૌરવ (પ્રધાનપણું) બતાવવાનું છે. કારણ કે શાસ્ત્ર રચનારના પ્રાધાન્યપણથી શાસ્ત્રનું પણ પ્રધાનપણું છે.