________________
સૂત્રકૃતાંગ.
૧૨૩. परियाणिआणि सैकंता, पासिताणि असंकिणो अण्णाण भयसंविगा, संपलिंति तहि तहिं ॥७॥
એટલે મૃગને બચાવવા કઈ રક્ષણ આપે તે અતિ મૂઢપણાથી બુદ્ધિ રહિત બની તે રક્ષક ઉપર પણ શંકા લાવી દૂર ભાગીને પાશ જે અનાથે ઉત્પાદક છે તેમાં શંકા રહિત બની અજ્ઞાન તથા ભયથી સંવિષ્ય એટલે તેને આધિન બની આ રક્ષણ સ્થાન છે કે મારવાનું સ્થાન છે, તેને વિવેક શુન્ય બની ન જાણતાં તે ફાંસામાં ફસાઈ જાય છે. -હવે તે મૃગનું દષ્ટાંત નિયતિવાદી તથા એકાંત અજ્ઞાનવાદી ઉપર ઘટાવે છે. તે આવી રીતે કે રક્ષણ આપનાર અને. કાંતવાદને મુકી એકાંતવાદી બની સર્વ દોષ રહિત અનેકાંતવાદ જૈન દર્શન જે કાલ ઈશ્વર વિગેરે દરેકને યથાવસ્થિત સ્વીકારનાર છે, તે અનાશકનીય છતાં તેમાં શંકા લાવી પિતાના માનેલા નિયતિ કે અજ્ઞાનવાદ જે એકાંત છે તે શંકનીય છતાં તેમાં શંકા લાવતા નથી, તેથી રક્ષણ સ્થાન અનેકાંતવાદને ત્યાગી યુકિતથી સિદ્ધ ન થતું અનેક દુઃખનું ઉત્પાદક એવું એકાંતવાદ સ્થાનને પકડવાથી અશાં. નથી છવાયેલા મૃગ જેવા તે વાદીઓ તેવા તેવા કર્મ બંધનના સ્થાનમાં હરણ માફક ફસાય છે. ઉપરના અનેક દેશે તે વાદીના બતાવીને વળી જૈનાચાર્ય એટલેથી સંતોષ ન પામતાં બીજા દેશે પણ પૂર્વના દષ્ટાંતે બતાવે છે.