________________
૧૩૨
સૂત્રકૃતાંગ.
પાણી વનસ્પતિ વિગેરે છકાયનું પાચન પાચન ( રાંધવું રંધાવવું) કરવાવડે મર્દન કરે છે, પિતે તેવા પાપ કરી બીજાને ઉપદેશ કરે છે, જેથી મોક્ષ મેળવવાને બદલે ભ્રષ્ટ થાય છે. અથવા મેક્ષને અભાવ છે તે દૂર રહ્યો, પણ આરંભ કરીને પાપ ઉપાર્જન કરે છે, અથવા (લિડ પ્રત્યયવડે) સંભાવનામાં આ દર્શાવે છે કે તે વાદીઓને બીજા અનર્થો થવાના છે તે બતાવે છે, અથવા વિવશિત અર્થના અભાવથી વિપરીત અર્થ પ્રાપ્ત થવાથી પાપનું ઉપાદાન થાય છે, વળી તેઓ આ પ્રમાણે અસત્ અનુષ્ઠાન કરનારા આ જીવિકાદ શાળાના મતવાળા અજ્ઞાનવાદમાં મચેલા તે વાકીએ સર્વ પ્રકારે સરલ એટલે વિવક્ષિત મેક્ષ ગમનમ સીધે માર્ગ તે સર્વ ઋજુ તે સંયમ અથવા સદ્ધર્મ તેને ન પામે. અથવા સર્વ જજુક તે સત્ય તેને તે અજ્ઞાન અંધ એટલે જ્ઞાનના વિરોધીઓ ન બતાવે, આ અજ્ઞાનવાદીઓના ૨૭ ભેદ થાય છે. તેની ગણતરી બતાવે છે,
જીવ અજીવ પુણ્ય વિગેરે નવ પદાર્થ (તત્વ) છે તેને સત અસત્ સદસત્, અવક્તવ્ય, સહવક્તવ્ય, અસદવક્તવ્ય, સદરૂદવક્તવ્ય તે સા ભેદેવડે ઉપલા નવ પદાર્થો જાણવાને શક્ય નથી. અને જાણવાથી કંઈ લાભ નથી તે આ પ્રમાણે ભાવવા.