________________
સૂત્રકૃતાંગ.
૧૩૩
જીવ છે, એ કાણુ જાણે છે ? અથવા જાણવાથી શું લાભ ? જીવ નથી ! કાણુ જાણે છે? અથવા તે જાણવાથી શું લાભ ? એ પ્રમાણે અજીવમાં પણ સાત ભાંગા લેવા, તે નવે પદાર્થમાં ૯×૭=૬૩ અને મીત્ર ચાર તેમાં ઉમેરવાના છે, તે સતી (વિદ્યમાન ) ભાવની ઉત્પત્તિ થાય છે. ‘એવું કાણુ જાણે છે. ’ એ પ્રમાણે સતી, તથા સ ્ મસહ્ય વક્તવ્યના ભાવ ઉત્પત્તિને કેણુ જાણે છે? અથવા તે જાણવાથી શું લાભ ? માકીના છેલ્લા ત્રણ ભાંગા તેા ઉત્પત્તિના ઉત્તરકાલમાં પદાર્થના અવયવની અપેક્ષાએ છે, તેથી તે ન સ'ભવે, માટે કહ્યા નથી.
પૂર્વના ૬૩ ભાંગામાં પાછલા ચાર ઉમેરતાં ૬૭ ભેદ અજ્ઞાનવાદીના થાય છે. “ તંત્ર સનૂ છ ઝીવ તિજો વૈત્તિ ઇત્યાદિ એના પરમાર્થ આ છે,કે કોઈપણ સ`સારી જીવને એવું વિશિષ્ટજ્ઞાન નથી, કે જે અલૈંદ્રિય એવા જીવ વિગેરે પદાર્થોને સાક્ષાત્ જાણે ( દેખે), તેમજ તે જાણવાથી કઈ મૂળ ( લાભ. ) છે, તેમ પણ નથી. તેજ કહે છે, કે જો નિત્ય સવ વ્યાપી અમૃત્ત જ્ઞાનાદિ ગુણસહિત હાય, અથવા તેથી ઉલટા પશુ જીવ હાય, તા તેથી કયા પુરૂષાથના સિદ્ધિ થાય ? ( કંઇ પણ નહિ, ) તેથી અજ્ઞાનજ શ્રેય છે. ! ૨૦ ! વળી પણ તે દૂષણા બતાવે છે.