________________
૧૬૧
સૂત્રકૃતાંગ. થયે એવું માને, તે કેઈ જાતની બાધા નથી. વળી બ્રહ્મા અંડુ બનાવે, તેમ લેકજ કાં ન બનાવે અને આવી અણઘટતી કષ્ટવાળી અયુક્તિથી અંડાની કલ્પના કેમ કરવી? જો એમજ હોય તે કેટલાક એમ કહે છે કે બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ થયા, ભુજામાંથી ક્ષત્રીય થયા, સાથળમાંથી વૈશ્ય થયા અને પગમાંથી શુદ્ર થયા એ પણ યુક્તિરહિત જ છે. કારણ કે મુખ વિગેરેથી કોઈની ઉત્પત્તિ સંભવતી નથી. તે પણ થાય તે વણેને ભેદ જાતિભેદ) એકમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ન સંભવે. વળી બ્રાહ્મણેમાં કઠ, તૈત્તિરીયક, કલાપાદિક ભેદ ન થાય. એક મુખમાંથી બધા ઉત્પન્ન થયા છે તેથી અભેદ છે. એ પ્રમાણે જઈ પહેરવી વિગેરેને સદ્દભાવ ન થાય તથા તે ભાવમાં બહેનને પરણવાને સંભવ થાય (એક મુખમાંથી ઉત્પન્ન થયાં માટે ભાઈ બહેન કહેવાય) માટે લેકોત્પત્તિમાં એવા અનેક દેના સંભવથી દુષ્ટતાવાળી તમારી કલ્પના માનવા જેવી નથી. તેથી જૈનમત પ્રમાણે એમ સિદ્ધ થયું કે–
લેક અનાદિ, અનંત, ઉર્ધ્વ (ઉ), અધઃ (નીચે), ચઉદ રજજુપ્રમાણ, વૈશાખસ્થાન એટલે કેડમાં બે હાથ દઈને પગ પહોળા કરીને કેઈ પુરૂષ ઉભું રહે તેવા આકારને, નીચેના ભાગમાં ઊંધું ચપણું (મલ્લક) મૂકેલું હોય તે, સાત પૃથ્વીરૂપ અધેલોક, તથા સ્થાલી આકારે અસં૧૧