________________
૧૬૪
સૂત્રકૃતાંગ.
થાય છે. તેથી આ કીડા અને દ્વેષથી રકત થયેલ અતશત્મા ધીરે ધીરે જેમ નિર્મલ કપડું પહેરવાથી રજથી મેલું થાય તેમ આ જીવ મેક્ષમાં મલીન થઈને કર્મના બેજાથી ફરીથી સંસારમાં અવતાર લે છે. આ અવસ્થામાં તે સકર્મપણે થવાથી ત્રીજી શશિની અવસ્થાવાળો થાય છો૧૧
વળી આ મનુષ્યભવમાં જન્મીને દિક્ષા લઈ સંસ્કૃત આત્મા બની યમ નિયમમાં રત થઈને પાછો પાપરહિત થાય છે, એટલે તે બધા કર્મથી મુક્ત થાય છે. ત્યાં પિતાનું શાસન અજવાળીને ફરીથી મેક્ષમાં જાય છે. વળી પાછું પિતાના શાસનની પૂજા તથા અપમાન દેખી રાગ દ્વેષને ઉદય થતાં મલીન આત્મા બની વિકટ પાણી માફક એટલે નિર્મળ હોય અને તે વાયરાના વાવાથી ધૂળથી મલીન થાય છે તેવી રીતે તેને આત્મા અનંતકાળે સંસારના ઉદ્દેશથી શુદ્ધાચાર બનીને મેક્ષ પામીને કમરહિત થાય છે અને પાછાં ઉપરનાં કારણથી નવાં કર્મ બંધાઈ કમસહિત થાય છે. આ ત્રણ રાશિવાળાને મત થયે. એટલે કમરહિત, કર્મસહિત, અને પાછા કર્મરહિત અકમ જાણવા કહ્યું છે કે –
दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य, निर्वाणमप्य नवधारित भीरु निष्ठम् । मुक्तः स्व यं कृतभवच परार्थ शूरस्त्वच्छासन प्रतिहतेष्विह मोह राज्यम् ॥ १२ ॥