________________
૧૬૦
સૂત્રકૃતગ. અને સ્વભાવને એક કારણ માનતાં અમારા મતનું ખંડન થતું નથી. જેમકે પિતાને ભાવ તે સ્વભાવ. એટલે પિતાની ઉત્પત્તિ, તે અમે પદાર્થોમાં ઈચ્છીએ છીએ જ. વળી નિયતિએ કરેલે આ લેક છે, તેમાં પણ “નિયમન” એટલે નિયતિ. જે જેવું થવાનું હોય તે નિયતિ કહેવાય છે. તે વિચારતાં સ્વભાવથી જૂદી નથી. વળી તમે કહ્યું કે સ્વયંભૂએ આ લેક બનાવે છે તે પણ અસુંદર છે, કારણ કે સ્વયંભૂ એટલે શું તમે કહે છે? જ્યારે તે થાય છે ત્યારે તે અન્યથી નિરપેક્ષ સ્વતંત્ર થાય છે? જે એમ માને કે તે અનાદિ કાળને બને તેથી સ્વયંભૂ કહેવાય. એવું માને, તે તેનું જેવી રીતે સ્વતંત્ર થવું માને છે, તેવી રીતે લેકનું માનવામાં તમને શું હરકત આવે છે? સ્વયંભૂ સાથે તમારે શું વધારે છે? વળી તે અનાદિ છે, અને અનાદિપણમાં નિત્યપણું છે, તથા નિત્યનું એકરૂપપણું હેવાથી તેમાં કર્તાપણું ન ઘટે. વળી તે વીતરાગ હેવાથી સંસારની વિચિત્રતા ન સંભવે. અને જે સરાગી માનીએ તે અમારાથી મળેલે (અમારા જે) સહેલાઈથી વિશ્વને ભકર્તા સિદ્ધ થયેલ અને મૂર્ત અમૂર્ત વિગેરે વિકલ્પ પહેલાની માફક બધા વિચારી લેવા. વળી અંડાથી લોક ઉત્પન્ન થયે એ અગ્ય છે, કારણ કે પાણીમાં અડ ઉત્પન્ન થયું તે પણ અંડા વિના ઉત્પન્ન થયું. તેવી રીતે લેક પણ