________________
સૂત્રકૃતાંગ.
૧૫૭ અસિદ્ધિ છે. કારણ કે કારણપૂર્વકપણાથી માત્ર કાર્યવ્યાપ્ત થાય છે, તથા કાર્યની વિશેષ ઉપલબ્ધિમાં કારણ વિશેષની પ્રતિપત્તિ તેના પ્રતિબંધને લીધે જ હોય છે, પણ અત્યંત અદષ્ટ પદાર્થમાં પ્રતીતિ ન થાય. વાદી કહે છે કે અમે તેથીજ ઘટ પૂર્વે કરેલ છે, એવું સ્વીકાર્યું છે. જૈનાચાર્ય કહે છે કે, તેમાં ઘટનું કાર્ય વિશેષપણું સ્વીકારીએ, પણ એ પ્રમાણે નદી પર્વત સમુદ્ર વિગેરેમાં વિશિષ્ટ બુદ્ધિ કારણ પૂર્વકને સંબંધ ગ્રહણ ન કરાય. વળી વાદ્રા એમ શંકા કરે, કે ઘટ વિગેરેનું સંરથાન વિશેષપણું દેખીએ, તેમ પર્વત વિગેરેમાં પણ વિશિષ્ટ સંસ્થાન દેખવાથી બુદ્ધિવાનનું કારણપૂર્વક અમે સાધન કહીએ છીએ. જૈનાચાર્ય કહે છે તે યુક્ત નથી, કારણકે એવું કંઈ નક્કી નથી કે સંસ્થાન શબ્દની પ્રવૃત્તિ માત્રથી બધાની બુદ્ધિમતું કારણ પૂર્વકપણાની અવગતિ (સમજ) થાય, અને જે તમારા કહેવા પ્રમાણે સર્વત્ર માનીએ, તે માટીને જેમ ઘડે છે, તેમ માટીને. રાફડે દેખીને એમ માની લેવું જોઈએ, કે તે પણ કુંભારે બનાવ્યા છે! પણ તેમ તમે પણ માનતા નથી, આથી પર્વત વિગેરેને કર્તા ઈશ્વર મનાય નહિ. તેજ કહ્યું છે.
अन्यथा कुम्मकारेण, मृद्वि कारस्य कस्यचित् । घटादेः करणात्सि द्वल्मिकस्यापि तत्कृतिः ॥१॥ ( અર્થ ઉપર લખી દીધું છે. જે તેથી એ પ્રમાણે જે