________________
૧૪૮
સૂત્રકૃતાંગ.
કિંચિત્ આહારમાં ડું પણ દેષિત એટલે આધાકર્મ (ખાસ સાધુ માટે બનાવેલું) દૂર રહે, પણ “પૂતિ” એટલે એવા દોષિતથી ખરડાયેલા દાણાથી પણ દૂષિત તે પણ પિતાની મળે ન કરેલું પણ શ્રાવકે બીજાઓને ઉદ્દેશીને બનાવેલું તે પણ હજારના આંતરાવાળું જે ખાય તે ગ્રહસ્થ પક્ષ અને દિક્ષા લેનાર પક્ષને સેવે છે. એની મતલબ એ છે કે બીજાને માટે બીજાએ બનાવેલું જે આધાકર્માદિ દેવવાળું જે ભોજન તેને કઈ ભાગ તે ખાય તે બે પક્ષને સેવના થાય છે. પણ જે શાક્યાદિ પિતાની મેળે પિતાને માટે બનાવેલ આહાર લાવીને ખાય છે, તે સહેલથી બે પક્ષ સેવનારા છે. ( સાધુએ પોતાને માટે બીજાએ બનાવેલ આહાર લેવે ન કલ્પે, એટલું જ નહિ, પણ પિતાને માટે કરેલામાં પૂર્વને દેષિત આહાર ભરેલું હોય, અને પાત પુરૂં ધેયા વિના શુદ્ધ આહાર લે, તે તે પણ દોષિત થાય ઉત્તમ સાધુઓને આ આચાર છે. પણ બદ્ધ વિગેરે તે પિતાના માટેજ પિતે બનાવીને ખાય છે. તે તેમના દેપનું પૂછવું જ શું?) હવેદ્ધિ” પક્ષને બીજો અર્થ કરે છે, ઈપથ અને સાંપરાયિક અથવા પૂર્વબદ્ધ અને નિકાચિત વિગેરે અવસ્થાવાળી જે કર્મની પ્રકૃતિઓ છે તે કરે છે. એટલે પૂર્વે બાંધેલી જેનિકાચિત ન હોય, તેને નિકાચિત કરે છે. અને ન હોય તે નવી બાંધે છે. જુઓ આગમમાં પણ