________________
૧૩૦
સૂત્રકૃતાંગ પક્ષ લીધેલ હોવાથી પિતે અજ્ઞાન છે. અને જ્યારે પિતે અજ્ઞાન છે તે બીજાઓને શિષ્ય બનાવીને જ્ઞાનમાર્ગ બતાવી શકવા તેઓ કેવી રીતે શક્તિવાન થશે? વળી તમે છિન્ન મૂલત્વ તથા મ્લેચ્છનું અનુભાષણ વિગેરે માફક સર્વ ઉપદેશ નકામા છે વિગેરે કહ્યું તે તમારું કહેવું અયુક્ત છે. કારણ કે અનુ ભાષણ (સરખું બોલવું તે) પણ જ્ઞાન વિના બોલવાને શક્તિમાન ન થાય. વળી કહ્યું કે પારકાના મનની વાત સમજવી દુર્લભ હોવાથી અજ્ઞાન જ શ્રેય છે, તે પણ બોલવું અસત્ય છે. કારણ કે તમે પિતેજ અજ્ઞાનજ શ્રેય એ પ્રમાણે પારકાને ઉપદેશ દેવા તૈયાર થવા વડે પારકાની મનવૃત્તિના જ્ઞાનને સ્વીકાર કર્યો છે. તે તે પ્રમાણે બીજા બેએ પણ કહ્યું છે.
आकार रिङ्गि तैर्गत्या. चेष्टया भाषितेन च। नेत्र व विकारैश्च गृह्यतेऽन्तर्गतं मनः ॥१॥
આકાર, અંગિત, ગતિ, ચણ, વચન, નેત્રના મચકા વવા વિગેરથી બીજાના મનના અભિપ્રાય જાણી શકાય છે. એ પ્રમાણે તે અજ્ઞાનીઓ આ માને અને પાકાને બોધ આપવામાં સમર્થ નથી. તેવુ દાતદ્વારા જૈન ચાર્ય બતાવે છે.
वणे मूहे जहा जंतू, मूढेणेयाणु गामए। दोवि एए अकोविया, तिव्वं सोयं नियच्छइ ॥२८॥