________________
સત્રકતાંગ.
છે. પણ તે જ્ઞાન અને ક્રિયા બંને સાથે મળે તેજ મોક્ષ માને છે તે પ્રથમના આ શ્લોકથી સિદ્ધ કરે છે કે તેમાં જ્ઞાનપૂર્વક ક્રિયા વિવેકથી કરાય તેજ ફલવાળી એટલે મોક્ષ આપનારી છે તે વાત સમજે એટલે આ “બુધે” થી જ્ઞાન અને ટે” એનાથી ક્રિયા બતાવી તેને અર્થ આ પ્રમાણે કર કે કુદત સમજે, બધ મેળવે એ પ્રથમ ઉપદેશ કર્યો, હવે શિષ્ય પૂછે કે શું સમજે? ઉત્તર-બંધનને જીવ પ્રદેશ સાથે અન્ય અન્ય અનુવેધરૂપપણે વ્યવસ્થપાય. તે બંધન તે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનું કર્મ છે. તથા તે બ ધનના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ કષાય. વેગ અથવા પરિગ્રહ અને આરંભ તેને પ્રથમ સમજે. પણ એકલા સમજવાથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ ન જાય માટે ક્રિયા બતાવે છે કે તે બંધનને સમજીને ઉત્તમ ક્રિયા વડે એટલે સંયમ અનુષ્ઠાનથી આત્માથી પુદગળ સમૂહ જે બંધન રૂપે છે તેને તેડે એટલે છેડે આવું સૈધર્મ સ્વામી ગણધર કહે ત્યારે જંબૂસ્વામી જેવા વિનયીશિષ્ય પૂછે કે “વીર પ્રભુએ બંધન કેવું બતાવ્યું છે. અથવા શું સમજીને તે બંધનને તેડે? અથવા કેવી રીતે તુટે-હવે આ પ્રશ્નનું સમાધાન કરવા બી જે ક ગણધર ભગવંત કહે છે.