________________
૧૧૪
સૂત્રકૃતાંગ.
હવે તે પ્રમાણે પૂર્વના તથા પછીનાં સૂત્ર જે સંબંધે જોડાયેલાં છે તેને અર્થ કહે છે પુનશબ્દ પૂર્વ વાદીએથી આ વાદીનું વિશેષપણું સૂચવે છે તે આ પ્રમાણે “કેટલાક નિયતી વાદી એમ કહે છે કે અવિવક્ષિત કમવાળા તે પણ અકર્મક થાય છે ( “હા” ધાતુને ભૂત કૃદંત રૂપ
વાત છે. તેને કર્તામાં છઠ્ઠી વિભક્તિ છે તેને અર્થ આ થાય છે.) કે “યુક્તિથી ઉન્ન થયેલા છે, એમ ઘટે છે એથી પાંચ ભૂત તથા તે શરીર તેજ જીવ માનનાર વાદીને મત દૂર કર્યો. યુક્તિઓ પૂર્વે બતાવી છે. અને હવે પછી પણ બતાવશું, કે જુદા જુદા નારક વિગેરે ના શરીરમાં જેને ઉપ્તન થવાનું યુતિથી ઘટે છે, આ કહેવાથી આત્માને અતિ માનનારા વાદીનું પણ ખંડન કર્યું. રથ શબ્દ જુદા કયા ઉન્ન થયેલા તે બતાવે છે. પ્રાણીઓ દુઃખ સુખ ભોગવનારા છે, એટલે તે છે (પિતાના કર્તવ્ય પ્રમાણે) સુખ દુઃખને પિત પિતાના નવા નવા શરીરમાં રહીને ભોગવે છે, વળી જૈનાચાર્ય કહે છે કે * દરેક જીવને સુખ દુઃખનું જોગવવું જાણીતું છે, તેને અમે ઉઠાવી શકતા નથી. આ કહેવાવડે અકર્તાવાદીઓનું ખંડન કર્યું, કારણ કે અકર્તા અધિકારી આત્મામાં સુખ દુખની ઉપતિ થતી નથી એમ સમજવું, અથવા પ્રાણીઓને સુખ દુઃખને જે અનુભવ થાય છે તેને