________________
૧૧૬
સૂત્રકૃતાંગ. ઉલટું ન થાય જેમકે કેઈને તે સેવાદિ વ્યાપારને અભાવ છતાં વિશિષ્ટ ફળ મળેલું દેખાય છે. એથી એમ સિદ્ધ થયું, કે પુરૂષના ઉદ્યમથી કંઈ પણ પ્રાપ્ત થતું નથી. કેઈ પૂછે કે શાથી મળે છે તે નિયતીવાડી ઉત્તર આપે છે કે નિયતિથીજ બધું મળે છે. આ બાબત બીજા લેકના અંતમાં કહેવાશે. વળી કાળ પણ કર્તા નથી કારણ કે તેના એક રૂપ પણાથી ફળ વૈચિત્ર્યની ઉત્પત્તિ જગતમાં ન થાય અને કારણ ભેદમાંજ કાર્ય ભેદ થાય પણ અભેદમાં ન થાય તે પ્રમાણે કહ્યું છે કે “ભેદ તેજ છે અથવા ભેદ હતું ત્યાંજ ઘટે છે જ્યાં વિરૂદ્ધ ધર્મને અધ્યાસ હય, અને કારણને ભેદ હોય.” તથા ઈશ્વર કતમાં પણ સુખ દુઃખ ન હોય; કારણ કે આ ઈશ્વર મૂર્ણ છે કે અમૂર્ત જે મૂર્ત હોય તે સામાન્ય પુરૂષ માફક તેનામાં સર્વ કતાં પણાને અભાવ હોય. અને અમૂર્ત હોય તે તેનું આકાશની માફક દેખીતું અક્રિયપણું છે. વળી જુએ તે રાગાદિવાળે હોય તે આપણાથી જુદે નહિ, એટલે વિશ્વને કર્તા નથી. અને જે વીતરાગ હોય તે તેનું કરેલું સુભગ દુર્ભાગ, ઈશ્વર દરિદ્ર વિગેરેનું જગતમાં થતું વિચિત્રપણું યુકિતને બેસતું થતું નથી. તેથી ઇશ્વર કતાં નથી, તથા સ્વભાવનું પણ સુખ દુઃખનું કરવા પણું ન થાય, કારણ કે આ રવભાવ પુરૂષથી ભિન્ન છે કે અભિન્ન છે? જે ભિન માનીએ તે પુરૂષથી