________________
૧૧૮
સૂત્રકૃતાંગ.
નિયતીવાદીનું કહેવું એ છે કે જીવ એટલે પ્રાણીઓ સંગતિથી ભેગવે છે. જ્યારે જ્યારે સુખ દુઃખ જીવ ભોગવે તે સંગતિ તેજ નિયતી, તેમાં ઉત્પન્ન થયેલું તે સાગતિક અને સુખ દુઃખ તે નિયતીનું કરેલું જાણવું. આ નિયતીવાદીને મત છે તેઓનું આવું કહેવું છે.
प्राप्तव्यो नियति बला श्रयेण याऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभोवा. भूतानां महति कृतेऽपिहि प्रयत्ने
ना भाव्यं भवति न भाविनोऽस्ति नाशः જે અર્થ નિયતિ બળના આશયથી મેળવવાને છે તે શુભ કે અશુભ હોય તે અવશ્ય થાય છે. પણ ભૂતના કરેલા મોટા પ્રયત્નથી પણ અભાવ્ય થતું નથી, અને ભાવિનો નાશ નથી. આ ઉપરની બે માથામાં નિયતિવાદીએ પિતાને મત સ્થાએ તેને જૈનાચાર્ય ઉત્તર આપે છે.
एवमेयाणि जपंता बाला पंडिअमाणिणो । नियया निययं संतं, अयाणता अबुद्धिया ॥ सू०४ ॥ एवमेगे उ पासस्था ते भुजा विप्पगम्भिआ। एवं उवष्टिआ संता, ण ते दुक्ख विमोक्खया |सू० ५॥
પૂર્વ કહેલાં નિયતિ વાદના વચને બોલનારા સતુ . અસતને વિવેક નહિ સમજનારા બાળક જેવા હોવા છતાં