________________
૧૨૦
સૂત્રકૃતાંગ. ફળને અભાવ છે તે અદકૃત જાણ. તે અદઈને પણ અમે કારણ તરીકે માનેલ છે. વળી કાળ પણ કર્યા છે. કારણ કે બકુલ, ચંપક, અશોક પુનાગ, નાગ, સહકાર વગેરે ઝાડે રેપવા છતાં અમૂક કાળમાંજ તેને ફળફૂલ હોય છે પણ સર્વદા થતાં નથી. વળી તમે કાળના એકરૂપ પ. ણાથી જગતનું વૈચિત્ર્યપણું ન ઘટે એવું કહેલું, તે દૂષણ અમને લાગતું નથી કારણ કે અમે એકલા કાળને કર્તા પણે માનતા નથી પણ કર્મ સાથે લઈએ છીએ, તેથી જગતનું વિચિત્રપણું છે. આ અમારું વચન નિર્દોષ છે. તથા ઇશ્વર પણ કર્યાં છે, તે ઈશ્વર આત્માને જ જાણ. ઉત્પત્તિ દ્વાર વડે બધા જગતમાં વ્યાપવાથી ઈશ્વર છે. તેનું સુખ દુઃખનું ઉત્પન કરવું તે બધા વાદીઓને વિના કો સિદ્ધ જ છે. તમે જે તેમાં મૂર્ત અમૂર્તનું દૂષણ આપ્યું, તે એવા ઈશ્વરના સમાશ્રયણથી દૂર ફેંકયું છે (જૈનો છે. વને પ્રથમ ક્રમે આશ્રી રૂપી માને છે અને તે વખતે તેનું કર્તાપણું કંઈ અંશે સ્વીકારે છે.) | સ્વભાવનું પણ કંઈ અશે કર્તાપણું છે. તે જ કહે છે. આત્મનું ઉપગ લક્ષણ અને અસંખ્યય પ્રદેશપણું તથા પુદ્ગલેનું મૂર્ત પણું, ધર્માસ્તિ કાય, અધર્માસ્તિ કાયને ગતિ તથા અટકાવવામાં સહાયતા ધર્મ અને અમૂર્તરત વિગેરે સ્વભાવપણું છે, વળી અહીં તમે આત્માનું વ્યતિરેક,