________________
સૂત્રકૃતાંગ.
૧૧૭
આશ્રીત એવા સુખદુખને કરવાને સમર્થ નથી, કાર કે તે તેનાથી જુદો છે, હવે જે જુદો ન માનીએ તે અભેદને લીધે સ્વભાવ તેજ પુરૂષ થયે, તેનું એકપણું પુર્વ કહી ગયાજ છીએ, વળી કર્મનું સુખ દુખમાં કતપણું ઘટતું નથી. કારણ કે તે કર્મ પુરૂષથી ભિન્ન અથવા અભિન્ન માનવું જોઈએ. હવે જે અભિન્ન માનીએ તે પુરૂષ તેજ કર્મ થઈ જશે તે પૂર્વે કહેલા દોષ લાગુ પડશે, અને જે ભિન્ન માનીએ તે સચેતન છે કે અચેતન છે? જે સચેત માનીએ, તે એક કાર્યમાં બે ચેતન્ય થાય. અને જે અચેત માનીએ તે પલાણના ટુકડાની માફક તે અવતંત્ર હોવાથી તેનાથી સુખદુઃખની ઉત્પતિ કેવી રીતે થાય છે આ બધાનું આગળ જતાં જૈનાચાર્ય ખંડન કરશે તે જ પ્રમાણે મોક્ષ સંબધી સુખ અથવા અસાતા વેદનીથી ઉત્પન્ન થતું મિક્ષ વિનાનું સંસારી દુઃખ છે, અથવા સૈદ્ધિક સુખ દુઃખ તે ફલની માળા, ચંદન, સ્ત્રી વિલાસમાં સુખ છે તથા ચાબકાને માર, ડામ દેવા વગેરેમાં દુઃખ હોય, અને અસૈદ્ધિક સુખ અંતરનું આનંદરૂપ અથવા ઓચિતું ન વિચારેલું બાહ્ય નિમિત્તમાં સુખ હોય, તેમજ ઓચિંતું દુઃખ તે તાવ, માથાનું દુઃખ, અથવા શૂળ, અંગમાં હેય, આ બધાં સુખ કે દુઃખ પુરૂષે કર્યા નથી કે અન્ય કાળ વિગેરે એ કર્યા નથી કે તેને ભગવે. પ્ર. શાથી તે ભેગવે છે ?