________________
સૂત્રકૃતાંગ. આવશે એક જ્ઞાન સંતાન છે. એમ માને, તે પણ સંતાનિના વ્યતિ રિક્તના અભાવથી તે નકામું છે. કદાચ જે એમ માને કે પૂર્વ ક્ષણ નાશ પામતાં ઉત્તરના ક્ષણમાં વાસના મુકતા જોય છે તેવું જ કહ્યું છે કે,
यस्मिन्नेवहिसंताने, आहिता कर्म वासना फलं तत्रैव संधत्ते, कार्पासे रक्तता यथा ॥१॥
બૌદ્ધ કહે છે તેજ સંતાનમાં નિ કર્મવાસના મુકે છે. તેથી જેમ કપાસ રંગીને વાવે તે રૂ રંગિત થાય તેમ ફળનું સંધાણું થાય છે જૈનાચાર્ય કહે છે કે તમારી વાસના ક્ષણોથી જુદી જુદી કે ભેગી છે? જે જુદી હોય તે વાસકપણું ઉત્પન્ન ન થાય, અને જે ભેગી હોય તે ક્ષણ માફક તેનું ક્ષણ ક્ષણપણું લાગુ પડતાં તે વાસનાનું તેજ પ્રમાણે આત્માના અભાવમાં સુખ દુઃખના અનુભવને અભાવ થશે પણ સુખ દુઃખના અનુભવ છે જ, તેથી આત્મા સિદ્ધ થયે,
જે તેમ આત્મા ન માનીએ તે પાંચ વિષયના અનુભવના ઉત્તર કાળમાં ઈદ્ધિના જ્ઞાનેનું પિતાના વિષયથી અન્યત્ર અપ્રવૃતિ હોવાથી સંકલના પ્રત્યય ન થાય.
જે એમ માને કે “આ લય વિજ્ઞાનથી થાય છે. “તે તમે આલયના નામે જ આત્મા સ્વીકારી લીધું.
વળી બોદ્ધાગમ પણ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે તે આ છે”