________________
૧૧૦
સૂત્રકૃતાગ.
ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा। जे ते उ वाइणो एवं, न ते मारस्स पारगा ॥ २५ ॥ દરેક ગાથાનાં ત્રણ પદે દરેકમાં સમાન છે..
ઉપર કહેલા પાંચ ભૂતવાદી વિગેરે સંધિ (સાંધ) દ્રવ્યથી તે ભીંતે વિગેરેની તથા ભાવથી જ્ઞાન આવરણીચાદિ કર્મની તે સંબંધી ( સંધિ) છુટવાને માર્ગ જાણતા નથી તેથી ઉદ્યમ કરવા છતાં પણ આત્મા તથા કર્મની સંધિ દ્રવ્યથી તથા ભાવથી ન જાણવાથી તે વરાકા (રાંકડા) મક્ષ નથી પામતા, તેઓ કે ઉદ્યમ કરે છે તથા શું કહે છે તે આગળ કહીશું અથવા પહેલી ગાથામાં સંધને. બીજો અર્થ કરે છે સંધિ એટલે ઉત્તરોત્તર પદાર્થનું જ્ઞાન. તેને ન જાણતાં ઉદ્યમ કરનારા છતાં સમ્યગ ધર્મ જાણવામાં પંચભૂતવાદિ વિગેરે લેકે નિપુણ નથી કારણ કે ક્ષાત્યાદિ દશ પ્રકારને ધર્મ છે તેને જાણતા નથી તેથી ધર્મને જુદી જુદી રીતે વર્ણવે છે ફૂલના અભાવથી તેઓનું અફલવાદી પણું જે આગળ કહેશે તેથી જણાશે કે ભવઘથી નાસ્તિક વિગેરે વાદીઓ તરવાના નથી ૨૦ છે
તથા તેવું અસત્ય ઉલટું બોલનારા સંસારથી તથા ગર્ભ જન્મનાં દુઃખ પરમાધામીના મારથી પાર પામવાના નથી એટલે વારંવાર ભવ ભ્રમણ કરી દુઃખ ભેગવ્યાં કરશે. ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫.