________________
સૂત્રકૃતાંગ. इत एकनवतौ कल्पे, शक्त्या में पुरुषो हतः तेन कर्म विपाकेन, पादे विद्धोस्मि भिक्षवः ॥ १॥
બદ્ધ શાસન નેતા (ૌતમ બુદ્ધ) શિષ્યને કહે છે કે હે ભિક્ષુઓ ! આ ભવથી ૯૧ મા કલ્પમાં મેં શક્તિ વડે કોઈ પુરૂષને મારે તે કર્મના વિપાકથી હું પગમાં વિંધાયેલ . વળી– कृतानि कर्माण्यतिदारुणानि तनू भवन्त्यात्मनिगर्हणेन प्रकाशनात्संवरणाच तेषामत्यन्त मूलोद्धरणं वदामि.
જે ભયંકર કૃત્ય કર્યા હોય. તે પણ ગુરૂની પાસે આમા (પિતા) ની નિંદા કરવાથી તેનાં પાપ ઓછાં થાય છે. તે પાપે શુદ્ધ ભાવે ગુરૂ પાસે પ્રકાશવાથી તથા હવે પછી ઇન્દ્રિયને કબજામાં લેવાથી તે પાપનું મૂલ નીકળી જાય છે એવું હું કહું છું. (આ ઉપદેશ પણ ગૌતમબુદ્ધને શિષ્ય પ્રત્યે છે. વિગેરે
વળી તમે ક્ષણિકપણું સાધતાં કહ્યું હતું કે “પદાર્થ” આ કારણથી ઉત્પન્ન થતે નિત્ય ઉત્પન્ન થાય છે કે અનિત્યવિગેરે, તેમાં નિત્ય અપ્રશ્રુત, અનુત્પન્ન સ્થિર એક સ્વભાવમાં કારના વ્યાપારના અભાવથી વાણની યુક્તિ વ્યર્થ છે.