________________
સૂત્રકૃતાંગ,
૧૦૩
એ પ્રમાણે નિત્યત્વ પણ ઉત્પન્ન ન થાય વળી નિત્ય પક્ષમાં તમે કહ્યું કે નિત્યનું ક્રમથી અર્થ ક્રિયાકારીપણું ન થાય તેમ સાથે પણ ન થાય. એ તમારું કહેવું તમારા ક્ષણિક પક્ષમાં પણ સમાન થશે. એટલે ક્રિયાકારીપણું નહીં થાય. કારણ કે “ક્ષણિક પદાર્થ પણ અર્થ ક્રિયામાં કમ વડે અથવા સાથે વર્તતે અવશ્ય કરીને સહકારી કારણું સવ્યપેક્ષજ વર્તે છે. કારણ કે–
सामग्री जनिका, नोकं किंचिदिति
બધું સામગ્રીથી ઉત્પન્ન થયેલ છે નિચ્ચે એકલું કઈ પણ થતું નથી. પણ તમારા મત પ્રમાણે તે સહકારીથી તેને કશે પણ અતિશય (લાભ) થવાને નથી. કારણ કે ક્ષણના અવિવેક પણે અને તે અતિશય ધારણ કરેલ ન હોવાથી નકામે છે. વળી ક્ષણોમાં પરસ્પર ઉપકારક ઉપકાર્યપણું ઉત્પન્ન થતું નથી તેથી સહકારિત્વને અભાવ છે, અને સહકારની અપેક્ષા વિના પ્રતિવિશિષ્ટ કાર્યો ઉત્પન્ન ન થાય. તેથી અનિત્યજ કારણોથી પદાર્થ ઉત્પન્ન થાય છે એ પક્ષ લે. ( જૈનાચાર્ય કહે છે કે તે ત્યાં પણ આ વિચારવું કે “ક્ષણ ક્ષયિત્વ વડે અનિત્યપણું છે કે પરિણામ અનિત્યપણે છે તેથી? જે ક્ષણ ક્ષયિત્વ પક્ષ માને. તે કારણ કાર્યના અભાવથી કારને વ્યાપારજ ઉત્પન્ન