________________
સૂત્રકૃતાંગ
૫૭ ૨ કર્યો છે પણ કાતિક તે પાંચ ભૂત સિવાય આત્મા વિગેરે કશું માનતા નથી એથી તેમના આશ્રીત સૂત્રાર્થ કહેવાય જેવી રીતે તેઓ માને છે તેવું બતાવે છે. એ પાંચ ભૂતેથી પરિણત થઈ કાયા કારે પરિણમીને કંઈ પણ રૂપે ભૂતેથી અવ્યતિરિક્ત ( જુદો નહીં) આત્મા થાય છે પણ પાંચ ભૂતેથી જુદો કેઈ પણ પરિકલ્પિત પરલોકમાં જનારે સુખ દુખને. ભગવનારે જીવ નામનો પદાર્થ જ નથી એવું તેઓનું માનવું છે. તે ઉપદેશ પણ કરે છે કે પૃથ્વી વિગેરે ભૂતથી જુદો આત્મા નથી. કારણ કે તે ગ્રહણ ક. રકાર પ્રમાણને અભાવ છે આ લેકે ફક્ત પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે પણ અનુમાન વિગેરે પ્રમાણને માનતા નથી કારણ કે અનુમાન વિગેરેમાં ઈદ્રિ સાથે પદાર્થને સંબંધ ન હોવાથી વ્યભિચારને સંભવ છે અને વ્યભિચાર થતાં તે અનુમાન પ્રમાણ માનતાં બાધા સંભવ થતાં તેનું લક્ષણ દષવાળું થાય તેથી વિશ્વાસપાત્ર ન થાય; કહ્યું છે કે
हस्त स्पर्शा दिवान्धेन, विषमेपथि धावता
अनुमान प्रधानेन विनिपातोन दुर्लभः ॥
જેમ આંધળો માણસ ભીત વિગેરેને હાથ દઈ ખરાબ માગે છેડા જતાં પી જાય તેમ અનુમાન પ્રમાણને મુખ્ય માની કાર્ય કરવા જાય તે તેને પડી જવું (ભૂલ થવી) તે દુર્લભ નથી–અહીં જેમ અનુમાન પ્રમાણને તિરસ્કાર કર્યો તેમજ બીજા આગમ વિગેરેમાં પણ સાક્ષાત્ પદાર્થના સંબંધને